હરિદ્વારના ભુપ્તવાલા વિસ્તારમાં એક દુકાન પાસે તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
નિઠારી હત્યાકાંડનો ભૂતકાળ
વર્ષ 2006માં ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત નિઠારી ગામમાંથી એક પછી એક અસંખ્ય બાળકો અને મહિલાઓના હાડપિંજર અને માનવ અંગો મળી આવ્યા હતા, જેણે આખા દેશને સ્તબ્ધ કરી દીધો હતો. આ ભયાનક નરસંહાર અને ક્રૂર હત્યાકાંડમાં બિઝનેસમેન મોનિન્દર સિંહ પંઢેર અને તેના ઘરકામ કરતા નોકર સુરેન્દ્ર કોલીનું નામ સામે આવ્યું હતું. સુરેન્દ્ર કોલી પર માસુમ બાળકોનું અપહરણ, બળાત્કાર, નિર્મમ હત્યા અને માનવભક્ષણ જેવા અત્યંત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા.
કોર્ટની કાર્યવાહી અને જેલમાંથી મુક્તિ
સીબીઆઈ તપાસ બાદ નીચલી અદાલતે સુરેન્દ્ર કોલીને અનેક કેસોમાં દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, વર્ષો સુધી ચાલેલી લાંબી કાનૂની લડાઈ બાદ, પુરાવાઓના અભાવ અને સીબીઆઈ તપાસની ખામીઓને ધ્યાનમાં રાખીને અદાલતે સુરેન્દ્ર કોલીને નિઠારી હત્યાકાંડના તમામ કેસોમાંથી નિર્દોષ જાહેર કરીને જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
હરિદ્વારમાં ગુમનામ જિંદગી અને અંત
જેલમાંથી મુક્ત થયા બાદ સુરેન્દ્ર કોલી ઉત્તરાખંડના હરિદ્વાર શહેરમાં પોતાની ઓળખ છુપાવીને ગુમનામ જીવન જીવી રહ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ત્યાં અત્યંત સામાન્ય રીતે રહીને નાનું-મોટું કામ કરતો હતો. અચાનક આજે સવારે હરિદ્વારમાં એક દુકાન સામે તેનો મૃતદેહ ફાંસીના મંચ પર લટકતો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોઈ આત્મહત્યાની નોટ મળી છે કે નહીં તેમજ તેણે આ પગલું કેમ ભર્યું તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ સાઉદી અરેબિયાને મળશે વિશ્વનું સૌથી અદ્યતન F-35 ફાઇટર જેટ, ટ્રમ્પના નિર્ણયથી અમેરિકામાં ચિંતાનો માહોલ
