આ પ્રસંગે વડાપ્રધાને જવાનોના સાહસ, બલિદાન અને અડગ સમર્પણની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

જવાનો સાથે દિવાળીની ઉજવણી 

સોશિયલ મીડિયા પર પોતાના વિચારો શેર કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દિવાળીના પાવન અવસર પર બસ્તર જઈ રહ્યો છું. કાલ સુધી જ્યાં નક્સલવાદનો પ્રકોપ અને ખૌફ હતો, ત્યાં આજે વિકાસની રોનક જોવા મળી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે સુરક્ષાકર્મીઓની બહાદુરી અને નિઃસ્વાર્થ સેવાને કારણે જ આ બદલાવ શક્ય બન્યો છે અને દેશના રક્ષણ માટે શહીદ થયેલા તથા સેવા આપતા જવાનોના સન્માનમાં તેઓ બસ્તર પહોંચ્યા છે.

https://x.com/narendramodi/status/2119321706074382695?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119321706074382695%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=ટ

સુરક્ષા જવાનોની પ્રશંસા 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા ત્યારથી જ પીએમ મોદી દર વર્ષે દિવાળીનો તહેવાર દેશની સરહદો પર કે અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં જઈને સુરક્ષા જવાનો સાથે ઉજવવાની પરંપરા ધરાવે છે. બસ્તર જેવું ક્ષેત્ર, જે એક સમયે કટપંથી ઉગ્રવાદથી પ્રભાવિત હતું, ત્યાં સુરક્ષા દળોના સઘન અભિયાન અને મજબૂત મનોબળને કારણે હવે શાંતિ સ્થપાઈ રહી છે અને વિકાસના નવા દરવાજા ખુલી રહ્યા છે.

ઉજવણીથી સુરક્ષા દળોના મનોબળમાં વધારો 

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની શુભકાભનાઓ પાઠવી હતી અને દેશવાસીઓ તરફથી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. જવાનોએ પણ પીએમ મોદીની આ પહેલને વધાવતા ઉત્સાહભેર દિવાળી ઉજવી હતી. આ અનોખી ઉજવણીથી સુરક્ષા દળોના મનોબળમાં વધારો થયો છે અને દેશભરમાં સરકારના આ પગલાની પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચોઃ નહા્યા પછી શરીર કેમ રહે છે સુગંધિત?, જાણો ફ્રેશ રહેવાના હેક્સ અને કારણો