આજે યુપી વિધાનસભાના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. વિધાનસભામાં સરકારના 'વિઝન ડોક્યુમેન્ટ' પર ચર્ચા થઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથ જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 187 વક્તાઓએ આ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કર્યા છે, હું શાસક અને વિપક્ષી પક્ષોના તમામ નેતાઓનો આભાર માનું છું.


યુપીમાં 2017 બાદ કાયદાનું શાસન- સીએમ યોગી 

યુપી વિધાનસભામાં સીએમ યોગી આદિત્યના સંબોધન કરતા જણાવ્યું કે  2017 બાદ યુપીમાં કાયદાનું શાસન ચાલે છે. હવે યુપી ઓળખ શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાથી થાય છે.  2017 પહેલા ભાઇ ભત્રીજાવાદ ચાલતો હતો. પહેલા આર્થિક ગતિ ઘણી ધીમી હતી.  અમારુ લક્ષ્ય ભેદભાવ વિના સૌનો વિકાસ છે.  હવે યુપીની ઓળખ શાંતિ અને વિકાસ છે. યુપીની ભાગીદારી દરેક ક્ષેત્રમાં વધી છે. યુપીનું જીડીપીમાં યોગદાન 9.5 ટકા છે. તેઓએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે  દુનિયા આગળ આવી રહી છે અને તમે પરિવાર સુધી સિમિત રહ્યા. તેઓના વિચાર કૂવામાં રહેલા દેડકા જેવા છે.તેઓ વિકાસની વાત ઓછી પણ સત્તાની વાત વધારે કરે છે. 

પરિવાર સુધી સિમિત છે- સીએમ યોગી 

સીએમ યોગીએ સપા પર નિશાન સાધ્યું. અખિલેશ યાદવના પીડીએ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કેટલાક લોકો કૂવામાં દેડકા જેવા છે, તેઓ આનાથી આગળ કંઈ જોતા નથી. તેઓ ફક્ત તેમના પરિવારને જુએ છે. દુનિયા આગળ વધી રહી છે, પરંતુ તેઓ પરિવાર સુધી સીમિત છે.


ગુનેગારો પ્રત્યે ઝીરો સહિષ્ણુતા- સીએમ યોગી 

સીએમ યોગીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના સમયમાં સરકાર મૂળભૂત સુવિધાઓ પ્રત્યે ઉદાસીન હતી, ખેડૂતો પરેશાન હતા, સ્થળાંતર થઈ રહ્યું હતું, ભંડોળના અભાવે બાળકો મરી રહ્યા હતા, ભત્રીજાવાદની સંસ્કૃતિ પ્રબળ બની ગઈ હતી. હવે ગુના અને ગુનેગારો પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા છે. 2014 પછી પીએમ મોદીના વિઝનથી શરૂ થયેલી યાત્રા, 2025 માં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે, આ વિઝનની યાત્રા છે.

યુપી બીમાર રાજ્ય નથી રહ્યું- સીએમ યોગી 

ઉત્તર પ્રદેશમાં કેટલાક સમયગાળા એવા હતા જેમાં આર્થિક લોકડાઉન હતું. દેશની 16% વસ્તી રાજ્યમાં રહે છે પરંતુ GDP ખાડામાં ધકેલાઈ ગયો હતો. પરંતુ અમારી સરકારમાં, કોરોના જેવી મહામારી દરમિયાન પણ, વિકાસ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા સારો હતો. યુપીમાં આગળ વધવાની સંભાવના છે. છેલ્લા 5 વર્ષમાં, યુપી હવે બીમાર રાજ્ય નથી રહ્યું પરંતુ પોતાને એક સરપ્લસ રાજ્ય તરીકે સ્થાપિત કરી રહ્યું છે.

  • Follow us on: