ઉત્તર પ્રદેશના મિખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેરઠમાં કાવડ યાત્રાળુઓ પર પુષ્પવર્ષા કરી તે પહેલા સીએમ યોગીએ ચૌધરી કરણસિંહ કાવડ માર્ગ અને મેરઠ મુઝફ્ફરનગર રસ્તાનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કાવડ યાત્રાને બદનામ કરનારાઓનો પર્દાફાશ કરો. 


સીએમ યોગીએ જણાવ્યું હતું કે હરિદ્વારથી પાવન ગંગા જળ લાવનારા તમામ શિવ ભક્તોનું હું સ્વાગત કરું છું. સરકાર અને જુદા-જુદા સામાજીક સંગઠનોએ પણ તેના માટે વ્યવસ્થા કરી છે. યોગીએ જણાવ્યું હતું કે કોઈ પણ શ્રદ્ધાળુને કષ્ટ ન પહોંચે, અસુરક્ષાનો કોઈ મુદ્દો ન બને અને વાહનોના અવરજવરની કોઈ સમસ્યાનો કોઈ સામનો ન કરવો પડે, તેના માટે મહત્વની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે ધાર્મિક સંગઠનો દ્વારા અનેક જગ્યાએ પંડાલ લગાવીને તેમના સ્વાગતની વ્યવસ્થા કરવામાં આની છે. આ તેમની શ્રદ્ધાને સન્માન આપવાનો એક પ્રયાસ છે. 

ઉપદ્રવીના વેશમાં છુપાયેલા છે તેમને ખુલ્લા પાડો- સીએમ યોગી 

સીએમ યોગીએ જણાવ્યું હતું કેન આપણે ધ્યાન રાખવું પડશે કે જ્યાં ઉમંગ અને ઉત્સાહ છે, શ્રદ્ધા અને ભક્તિ છે, તેને ભંગ કરવા માટે કેટલાક લોકો પ્રયત્નો કરી રહ્યા છે. આવા લોકો દ્વારા કાવડ યાત્રાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવામાં કાવડ સંઘની ફરજ આવે છે કે કોઈ પણ એવુ તત્વ જે ભગવાન શિવની આ પવિત્ર યાત્રાને બદનામ કરવાનો પ્રયત્ન કરતું હોય, જે ઉપદ્રવીઓના વેશમાં છુપાયેલું હોય તો તેમને બેનકાબ કરે. 



  • Follow us on: