શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ છે. આ મહિનામાં શિવભક્તો કાવડ યાત્રા કરે છે, જે સૌથી મુશ્કેલ ધાર્મિક યાત્રાઓમાંની એક માનવામાં આવે છે. આ દરમિયાન કડક નિયમોનું પણ પાલન કરવું પડે છે.


કાવડ યાત્રા દરમિયાન, કાવડમાં ગંગા જળ ભરીને શિવલિંગ અભિષેક કરવામાં આવે છે. પરંતુ કાવડ યાત્રાના ઘણા પ્રકારો છે. બધાના નામ અને મહત્વ અલગ અલગ છે. કાવડ યાત્રા મુખ્યત્વે ચાર પ્રકારની છે, જેમાં સામાન્ય કાવડ યાત્રા, ડાક કાવડ યાત્રા, ખાદી કાવડ યાત્રા અને દાંડી કાવડ યાત્રાનો સમાવેશ થાય છે.

આ બધી કાવડ યાત્રાઓમાં, દાંડી કાવડ યાત્રા સૌથી મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે તેને પૂર્ણ કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગે છે. આ યાત્રામાં, કાવડીઓ દંડવત અથવા દંડૌતી કરીને ગંગાઘાટથી શિવધામ પહોંચે છે.

ડાક કાવડ યાત્રા દરમિયાન, કાવડિયાએ ગંગાઘાટથી શિવધામ સુધી રોકાયા વિના ચાલવું પડે છે. ખાદી કાવડ યાત્રામાં, કાવડિયાને મદદ કરવા માટે એક મદદગાર પણ હોય છે, જે તેમની સાથે ચાલે છે.

સામાન્ય કાવડ યાત્રા ખુબ સરળ હોય છે. જેમાં કાવડીયા કાવડમાં ગંગાજળ ભરીને વચ્ચે વચ્ચે આરામ-વિશ્રામ કરતા શિવધામ પહોંચે છે. આ નિયમો ખુબ સરળ હોય છે. કાવડ યાત્રા સાથે અનેક કથા જોડાયેલી

  • Follow us on: