• દિલ્હી એક્સાઇઝ પોલિસી સ્કેમમાં કે.કવિતાની ધરપકડ
  • ધરપકડને સુપ્રિમ કોર્ટમાં પડકારતી કરી હતી અરજી
  •  જામીન માટે સીધા સુપ્રિમ કોર્ટમાં આવવાની મંજૂરી નહી:SC

દિલ્હી એક્સાઇઝ પોલિસી સ્કેમ મામલે બીઆરએસ નેતા અને તેલંગણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખ રાવની પુત્રી કે. કવિતાની પણ ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બદલ તેમણે સુપ્રિમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ સુપ્રિમ કોર્ટે ઇન્તાર કરી દીધો છે.

નીચલી કોર્ટમાં જઇ શકે છે કે.કવિતા

કવિતાની ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ પણ પાઠવી છે. કોર્ટનું કહેવું છે કે કવિતા નીચલી કોર્ટમાં જઈ શકે છે અથવા જામીન માટે કોઈ અન્ય ઉપાય અપનાવી શકે છે. જો જામીન અરજી દાખલ કરવામાં આવે તો તેનો ઝડપથી નિર્ણય થઈ શકે છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમ.એમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચે આદેશ આપ્યો કે પ્રોટોકોલની અવગણના કરવામાં ન આવે. તેમણે કહ્યું કે દરેક માટે સમાન નીતિનું પાલન કરવું પડશે અને તેમને જામીન માટે સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાની મંજૂરી આપી શકાય નહીં. ખંડપીઠે કહ્યું કે જ્યાં સુધી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓને પડકારતી કવિતાની અરજીનો સંબંધ છે, કોર્ટ EDને નોટિસ આપીને છ સપ્તાહમાં તેનો જવાબ માંગી રહી છે.

15 માર્ચે થઇ ધરપકડ

કે. કવિતાની 15 માર્ચે ED દ્વારા હૈદરાબાદ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ EDની ટીમ કવિતાને હૈદરાબાદથી દિલ્હી લાવી હતી, જ્યાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે કે. કવિતાને 23 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

શું છે કે. કવિતા પર આરોપ ?

EDનો દાવો છે કે કે. કવિતાએ કથિત રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. જે અંતર્ગત AAP નેતાઓને દિલ્હી લિકર પોલિસીમાં લાભ મેળવવા માટે લગભગ 100 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. . દિલ્હી લિકર પોલિસી કેસમાં EDએ અત્યાર સુધીમાં દેશભરમાં 245 સ્થળો પર દરોડા પાડ્યા છે અને મનીષ સિસોદિયા, સંજય સિન્હા અને વિજય નાયર સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


  • Follow us on: