- લોકસભાની ચૂંટણી માટે બીએસપીએ જાહેર કર્યા ઉમેદવાર
- આ વખતે મથુરા બેઠક પર ઉમેદવાર બદલ્યા
- ત્રીજી યાદીમાં કુલ 12 ઉમેદવારોની જાહેરાત
લોકસભાની ચૂંટણીને લઇને એક તરફ ચૂંટણી પ્રચાર તો બીજી તરફ ઉમેદવારો જાહેર થઇ રહ્યા છે. ત્યારે બીએસપીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.
12 ઉમેદવારોની કરી જાહેરાત
BSPએ આ યાદીમાં કુલ 12 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં મથુરાથી ઉમેદવાર બદલવામાં આવ્યા છે. હવે સુરેશ સિંહ અહીંથી ચૂંટણી લડશે. માયાવતીએ લખનૌથી ભાજપના ઉમેદવાર રક્ષા મંત્રી રાજનાથ સિંહ સામે સરવર મલિકને ટિકિટ આપી છે. મનીષ ત્રિપાઠી મિર્ઝાપુરથી અને નંદ કિશોર પુંડિર ગાઝિયાબાદથી ચૂંટણી લડશે.
મથુરામાં કોની વચ્ચે ટક્કર ?
મહત્વનું છે કે આ વખતે બીએસપીએ મથુરા બેઠક પર ઉમેદવાર બદલ્યા છે. બસપાએ કમલકાંત ઉપમન્યુની જગ્યાએ સુરેશ સિંહને ટિકિટ આપી છે. જ્યાં ભાજપના વર્તમાન સાંસદ હેમા માલિની છે. પાર્ટીએ લખનૌ બેઠક પરથી ભાજપના સાંસદ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સામે સરવર મલિકને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આ સિવાય પૂર્વાંચલની મિર્ઝાપુર સીટ પરથી મનીષ ત્રિપાઠીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ડિમ્પલ યાદવ સામે કોણ મેદાને ?
આ ઉપરાંત બીએસપીએ ગુલશન દેવ શાક્યને સમાજવાદી પાર્ટીના ગઢ મૈનપુરીથી સપા સાંસદ ડિમ્પલ યાદવ સામે મેદાનમાં ઉતાર્યા છે. બસપાએ ગાઝિયાબાદથી નંદકિશોર પુંડિરને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે બસપા યુપીમાં કોઈપણ ગઠબંધન વિના ચૂંટણી મેદાનમાં છે અને પાર્ટીએ 80માંથી ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે.