• નિર્મલા સીતારમણે રજૂ કર્યુ આજે કેન્દ્રનું બજેટ
  • બજેટમાં દરેક મંત્રાલય માટે નાણાની ફાળવણી
  • નિર્મલા સીતારમણે સાતમી વખત બજેટ કર્યુ રજૂ

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું. બજેટમાં ખેડૂત, મહિલાઓ , યુવા તથા ગરીબ વર્ગ સહિત મધ્યમવર્ગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે આ વખતના બજેટમાં કયા વિભાગમાં નાણાની કેટલી ફાળવણી કરવામાં આવી. કયા મંત્રાલયને કેટલા પૈસાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી. આવો જાણીએ.

આ મંત્રાલયને મળ્યા સૌથી વધુ નાણા

નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને સૌથી વધુ નાણાં મળ્યા છે. આ મંત્રાલય નીતિન ગડકરી પાસે છે. બજેટમાં નીતિન ગડકરીના પરિવહન મંત્રાલય માટે 5,44,128 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયને કેટલા નાણાની ફાળવણી ?

રોડ અને ટ્રાન્સપોર્ટ બાદ બીજા સ્થાને આવે છે રક્ષા મંત્રાલય. આ મંત્રાલય રાજનાથ સિંહ સંભાળે છે. બજેટમાં સંરક્ષણ મંત્રાલય માટે 4.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય અમિત શાહના ગૃહ મંત્રાલય માટે 1,50,983 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

કયા મંત્રાલયને બજેટમાં કેટલી ફાળવણી ?

  • કૃષિ મંત્રાલય કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સંભાળે છે. કૃષિ મંત્રાલય માટે બજેટમાં 1,51,851 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલય માટે 89,287 કરોડ રૂપિયાની જોગવાઈ થઇ છે. આ મંત્રાલય જેપી નડ્ડા પાસે છે.
  • શિક્ષણ મંત્રાલય માટે 125638 કરોડ રૂપિયાની જોગવાઈ થઇ છે.  આ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાન પાસે છે.
  • વિદેશ મંત્રાલય માટે 22155 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે
  • જ્યારે શહેરી વિકાસ માટે બજેટમાં 82577 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
  • ઉર્જા મંત્રાલય માટે 68769 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
  • આઈટી અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય માટે 116342 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગ્રામીણ વિકાસ માટે 265808 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી.


  • Follow us on: