
Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના

Jul 23, 2024 11:55 pm
Jul 23, 2024 11:46 pm
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો 100ને પાર
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 101 કેસ નોંધાયા છે. જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા છે. 101 શંકાસ્પદ કેસો માંથી 22 કેસ પોઝિટીવ આવ્યા છે.
Jul 23, 2024 11:30 pm
Jul 23, 2024 11:15 pm
દ્વારકા જિલ્લામાં ઠેરઠેર વરસાદી પાણીનો પ્રવાહ
દ્વારકા જિલ્લામાં ઠેરઠેર વરસાદી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. સાંબાઈ માતા મંદિર પાસે 10-12 લોકો પાણીમાં ફસાયા હોવાના સમાચાર મળતા જ NDRFની ટીમને જાણ થતા ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી.
Jul 23, 2024 10:52 pm
ફોરેસ્ટ-ગાર્ડની ભરતીને લઇ અપડેટ
ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. જિલ્લા પ્રમાણે કેટેગરી તથા મહિલા ઉમેદવારોની નિયત જગ્યાઓની યાદી હવે ટૂંક સમચમાં તૈયાર થઈ જશે. મળતી માહિતી મુજબ, જગ્યા પ્રમાણે 8 ગણા ઉમેદવારોની યાદી 31 જૂલાઈ સુધી તૈયાર થઈ જશે. તૈયાર થયેલી આ યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. માહિતી મુજબ, ઓક્ટોબર-નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી યોજાશે. આ મામલે જલદી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ શકે છે.
Jul 23, 2024 10:37 pm
રાજકોટમાં એમડી ડ્રગ્સ સાથે 2 ઝડપાયા
રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર રાખવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવા છતાં ડ્રગ્સ મળવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યના વિવિધ દરિયાકિનારેથી ડ્રગ્સ મળવાની ઘટના અવાર-નવાર સામે આવે છે, તેવામાં રાજકોટમાંથી SOGએ 9.85 લાખના MD ડ્રગ્સ સાથે પાર્થ મકવાણા અને સાહિલ સોઢા નામના આરોપીની ધરપકડ કરી છે.
Jul 23, 2024 10:23 pm
બનાસકાંઠાના સુઈગામમાં વીજળી પડતા 2 બાળકોના મોત
હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. તેવામાં સુઈગામમાં વીજળી પડતા 2 બાળકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 2 બાળકોને મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી હતી. બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
Jul 23, 2024 10:15 pm
Jul 23, 2024 09:57 pm
અદાણી ગ્રુપ સાથે હાઇડ્રોપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ કરવા ભૂટાન ઉત્સૂક
ભૂટાનના રાજા અને વડા પ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની ગુજરાતની તેમની બે દિવસની મુલાકાતના ભાગરૂપે અદાણી ગ્રુપની ફ્લેગશિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઇટ્સ-મુન્દ્રા અને ખાવડાની આજે મુલાકાત લીધી હતી. અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની આ મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ હતો. અદાણી સમૂહ મુન્દ્રામાં ભારતનું સૌથી વિશાળ વ્યાપારી બંદરનું સંચાલન કરે છે, જ્યારે કચ્છના ખાવડામાં તે કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાના ધ્યેય સાથે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કરવા માટે દુનિયાનો સૌથી મહાકાય રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે.
Jul 23, 2024 09:50 pm
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સીમાંકનને લઈ વિવાદ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આજુબાજુના 10 ગામડાઓને ભેળવવાને લઈ વિવાદ થયો હતો. આ ગામોમાં મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ,ખમીસણા, વાઘેલા, કોઠારીયા, નાના કેરાળા અને શેખપરનો સમાવેશ થતો હતો. આ નિર્ણય બાદ ગ્રામ્ય વિસ્તારના લોકોએ મહાનગરપાલિકામાં ભળવાને લઈને ઉગ્ર વિરોધ કરતા આ તમામ ગામડાઓ ને મહાનગરપાલિકા માંથી બાકાત કરે એવી શક્યતા છે.
Jul 23, 2024 09:30 pm
Jul 23, 2024 09:14 pm
છેલ્લા 3 દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મહેરબાન
છેલ્લા 3 દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. રાજ્યના આ બે ઝોનને બાદ કરતાં અન્ય ભાગમાં છૂટાછવાયા ઝાપટા વરસી રહ્યાં છે. એવામાં કચ્છ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા લોકો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે ગઈકાલથી મેઘરાજાએ ફરીથી કચ્છ જિલ્લામાં પધરામણી કરી હતી. જેમાં અબડાસામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીને પગલે આજે ફરીથી કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
Jul 23, 2024 08:53 pm
Jul 23, 2024 08:30 pm
Jul 23, 2024 08:15 pm
Jul 23, 2024 07:53 pm
Jul 23, 2024 07:25 pm
સુરત શહેર-જિલ્લાની તમામ શાળાઓ 24 જુલાઈએ રહેશે બંધ
ભારે વરસાદને પગલે, સુરત જિલ્લા કલેકટરે શહેર અને જિલ્લાની શાળાઓ આવતીકાલ 24મી જુલાઈના રોજ બંધ રાખવાનો આદેશ કર્યો છે. સરુત શહેર અને જિલ્લામાં આવેલ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે.
Jul 23, 2024 07:16 pm
રાજ્યના 154 તાલુકામાં વરસાદ, દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6.3 ઈંચ
ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આજે સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકા તાલુકામાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કચ્છના માંડવીમાં 5.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
Jul 23, 2024 06:59 pm
Jul 23, 2024 06:30 pm
Jul 23, 2024 06:09 pm
Jul 23, 2024 05:53 pm
ગિફ્ટ સિટીના MD અને ગ્રૂપ CEO તપન રે એ બજેટની પ્રશંસા કરી
"કેન્દ્રિય બજેટ 2024 ગિફ્ટ IFSC માટે ઘણાં નોંધપાત્ર વિકાસ પ્રસ્તુત કરે છે. રિટેઇલ ફંડ્સ અને ETF માટે કર-કાર્યક્ષમ પ્રણાલીની જાહેરાત ગિફ્ટ સિટીમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માટે નવી વ્યવસાયિક તકોનું સર્જન કરશે. આ પહેલથી ભારતમાં NRI અને વિદેશી રિટેઇલ રોકાણકારોનું રોકાણ આકર્ષિત થવાની આશા છે. અમે ગિફ્ટ સિટીને ખરા અર્થમાં વાઇબ્રન્ટ ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર બનવામાં નિરંતર સહયોગ પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારના આભારી છીએ."

Jul 23, 2024 05:40 pm
Jul 23, 2024 05:23 pm
15000 કરોડની વધારાની આવક મળવાની અપેક્ષાઃ સંજીવ મલ્હોત્રા
બજેટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રેવન્યુ સેક્રેટરી સંજીવ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કેપિટલ ગેઈન ટેક્સમાં સુમેળ સાધ્યા બાદ સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 15,000 કરોડની વધારાની આવક મળવાની અપેક્ષા છે.
Jul 23, 2024 05:00 pm
નવી કર વ્યવસ્થા હેઠળ 70% ITR ભર્યું, આ નોકરીનું બજેટ છે: નાણામંત્રી
નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે વારંવાર કહી રહ્યા છીએ કે અમે ટેક્સ બેઝ વધારવાનો પ્રયાસ કરીશું. ભારતમાં ટેક્સનો વ્યાપ વધારવો પડશે, પછી તે પ્રત્યક્ષ કે પરોક્ષ કર હોય. બીજું, હવે પીએસયુ ડિવિડન્ડમાં પણ સુધારો થઈ રહ્યો છે, કારણ કે તેમના વેલ્યુએશનમાં ખરેખર વધારો થયો છે, અને તેમનું પ્રદર્શન પણ વધ્યું છે. તેથી, રેવન્યુ મોબિલાઇઝેશન માત્ર ટેક્સ આધારિત નથી, તમારી પાસે નોન-ટેક્સ રેવન્યુ મોબિલાઇઝેશન પણ છે જે આવી રહ્યું છે. આ વખતે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 70 ટકા ITR ફાઈલ કરવામાં આવ્યું છે.
Jul 23, 2024 04:50 pm
અમે કરવેરા સરળ બનાવવા માંગીએ છીએ: નાણામંત્રી નિર્મલા સીતારમણ
બજેટ પછી પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે કરવેરા સરળ બનાવવા માંગીએ છીએ, વાસ્તવિક રીતે સરેરાશ કરવેરાનો ઘટાડો થયો છે.
Jul 23, 2024 04:30 pm
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામણે પ્રસ્તુત કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે.
Jul 23, 2024 04:20 pm
મોદી 3.0 સરકારના પ્રથમ બજેટમાં સરકારે બિહાર-આંધ્રપ્રદેશ માટે હજારો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી
કેન્દ્રમાં સતત ત્રીજી વખત BJPની આગેવાની હેઠળની NDA સરકારની રચના થઈ અને PM નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાનની ગાદી પર બેઠા. આ ગઠબંધનમાં નીતીશ કુમારનું જનતા દળ (યુનાઈટેડ) અને ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) મુખ્ય પક્ષો તરીકે ઉભરી આવ્યા હતા. મોદી 3.0 સરકારના પ્રથમ બજેટમાં સરકારે બિહાર અને આંધ્રપ્રદેશ માટે હજારો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
Jul 23, 2024 04:10 pm
બજેટ બાદ ભારતીય શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં બંધ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ તેમનું સાતમું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન શેરબજારમાં મોટો કડાકો થયો હતો ત્યારે હવે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારી સત્ર સમાપ્ત થતા બીએસઈ સેન્સેક્સ 73.04 અંકના ઘટાડા સાથે 80,429 અંક પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 30.20 અંકના ઘટાડા સાથે 24,479 અંક પર બંધ થયો હતો.
Jul 23, 2024 04:00 pm
પીએમ મોદીએ કહ્યું, આવકવેરા ઘટાડવાનો મોટો નિર્ણય લીધો
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં એનડીએ સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગને ટેક્સમાં રાહત મળતી રહે. આ બજેટમાં પણ ઈન્કમ ટેક્સ ઘટાડવા અને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીડીએસ નિયમો પણ સરળ કરવામાં આવ્યા છે. દરેક કરદાતા આ પગલાંથી વધારાની બચત મેળવશે.
Jul 23, 2024 03:45 pm
મહિલાઓ માટે 3 લાખ કરોડ
નાણામંત્રીએ કહ્યું મહિલાઓ અને બાળકોને લાભ પહોંચાડનારી યોજનાઓ માટે સરકારે 3 લાખ કરોડ રૂપિયાથી વધારે ફાળવ્યા છે. ઔદ્યોગિક કામગારોને ડોરમેટરી આવાસ મળશે. આંધ્રપ્રદેશના 3 જિલ્લાને પણ લાભ મળશે. કેન્દ્રએ મંગળવારે બિહારમાં અનેક સડક પરિયોજનાઓને માટે 26,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રાખ્યો છે.
Jul 23, 2024 03:30 pm
રોજગાર પ્રોત્સાહનને માટે 3 યોજનાઓ લાગૂ
બજેટ રજૂ કરવા માટે નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકાર પ્રધાનમંત્રી પેકેજના હિસ્સાના રૂપમાં રોજગારની સાથે જોડાયેલી યોજનાઓને માટે 3 યોજનાઓ લાગૂ કરશે. આ ઈપીએફઓમાં નામાંકન પર આધારિત હશે અને પહેલી વાર કામ કરનારા કર્મચારીઓની ઓળખ અને કર્મચારીઓ સહાયતા આપશે. આ વર્ષે કૃષિ અને અન્ય ક્ષેત્રના માટે 1.52 લાખ કરોડ રૂપિયા છે.
Jul 23, 2024 03:15 pm
Union Budget 2024: નાણામંત્રીએ ગણાવી સરકારની 9 પ્રાથમિકતાઓ
Jul 23, 2024 03:00 pm
Jul 23, 2024 02:50 pm
સ્ટાર્ટઅપ્સ અને સ્પેસ ઇકોનોમી માટે નવી તકો: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, કે 'એમએસએમઈ માટે ધિરાણની સરળતા વધારવા માટે બજેટમાં એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં નિકાસ અને મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને દરેક જિલ્લામાં લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ સ્ટાર્ટઅપ અને સ્પેસ ઇકોનોમી માટે નવી તકો લાવશે.
Jul 23, 2024 02:35 pm
બજેટ રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરશે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આ બજેટમાં સરકારે 'રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના'ની જાહેરાત કરી છે. આનાથી રોજગારીની ઘણી તકો ઊભી કરવામાં મદદ મળશે. આ યોજના હેઠળ, સરકાર નવા કર્મચારીઓને પ્રથમ પગાર આપશે. એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ ગામડાના યુવાનો દેશની ટોચની કંપનીઓમાં કામ કરી શકશે.
Jul 23, 2024 02:27 pm
દસ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાઃ પીએમ મોદી
બજેટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ બજેટ નવા મધ્યમ વર્ગના સશક્તિકરણ માટે છે. આ બજેટથી યુવાનોને અમર્યાદિત તકો મળશે. આ બજેટ શિક્ષણ અને કૌશલ્યને નવો આયામ આપશે. આ બજેટ નવા મધ્યમ વર્ગને બળ આપશે. બજેટ મહિલાઓ, નાના વેપારીઓ અને MSMEને મદદ કરશે.
Jul 23, 2024 02:15 pm
બજેટ મુદ્દે PM મોદીનું નિવેદન
બજેટ મુદ્દે PM મોદીનું નિવેદન સામે આવ્યું છે જેમાં આ બજેટ દેશને નવી ઊંચાઇ પર લઇ જનાર છે. બજેટથી અર્થતંત્રને નવી તાકાત મળશે. દરેક વર્ગને લાભ પહોંચાડનાર બજેટ છે. નાના ઉદ્યોગો માટે બજેટમાં અનેક જોગવાઇ છે. આર્થિક વિકાસને નવી ગતિ મળશે. વિકાસની ગતિને નિરંતતા મળશે. રોજગાર અને સ્વરોજગારને અભૂતપૂર્વ અવસર મળશે. બજેટમાં કર્મચારીઓ માટે નવી સ્કીમ જાહેર કરી છે. સ્કીલ ડેવલપમેન્ટ માટે યુવાઓને મદદ કરાશે.
Jul 23, 2024 02:04 pm
Budget 2024માં સ્પેસ ઈન્ડસ્ટ્રીઝ માટે 1000 કરોડની જોગવાઈ
Budget 2024માં સ્પેસ ઈન્ડસ્ટ્રીઝ માટે 1000 કરોડની જોગવાઈ સાથે સ્વદેશી સ્પેસ ઈકોનોમીને પ્રોત્સાહન મળશે. ખાનગી સ્પેસ કંપનીઓને આગળ વધવામાં મદદ મળશે. વૈશ્વિક સ્પેસ બજારમાં ભારતની તાકાતમાં વધારો થશે. વૈશ્વિક સ્પેસ ઈકોનોમીમાં ભારતનો હિસ્સો 2 ટકાથી વધીને 8 ટકા થશે.
Jul 23, 2024 02:00 pm
નેચરલ ફાર્મિંગથી લઈને ડિજિટલ સર્વે

Jul 23, 2024 01:50 pm
જમીન ખરીદનારાને થશે ફાયદો

Jul 23, 2024 01:45 pm
Jul 23, 2024 01:44 pm
નવી ટેક્સ વ્યવસ્થામાં કર્મચારીઓ 17,500 રૂપિયા બચાવી શકશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 'આ ફેરફારોના પરિણામે, પગારદાર કર્મચારીઓ નવી કર વ્યવસ્થામાં 17,500 રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ સિવાય કેટલાક અન્ય ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે. અંદાજે 37 હજાર કરોડ રૂપિયાની રેવન્યુ છૂટ આપવામાં આવશે. જ્યારે અંદાજે રૂ. 30,000 કરોડની આવક વધારાની થશે. આમ મહેસૂલ મુક્તિ રૂ. 7,000 કરોડ છે.
Jul 23, 2024 01:43 pm
વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટ્યો, 40% ને બદલે 35% ચૂકવવો પડશે
નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારા પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.
Jul 23, 2024 01:36 pm
Budget 2024ની જાહેરાત બાદ શેરમાર્કેટમાં મોટો કડાકો, રોકાણકારોના 10 લાખ કરોડ ડુબ્યા
બજેટ 2024ની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. જ્યાં સેન્સેક્સમાં દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી ટ્રેડિંગ સેશન દરમિયાન 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ SBIના શેરમાં લગભગ બે ટકા અને L&Tના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Jul 23, 2024 01:21 pm
મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદશો તો થશે ફાયદો
નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વની જાહેરાત કરી છે. મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી શકશે.
Jul 23, 2024 01:09 pm
મોદી સરકારના બજેટ પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આપણે ઉત્તર પ્રદેશમાં જોઈએ તો રોકાણની સ્થિતિ શું છે? તેમના ચાલુ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયા ન હતા. બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ યોજનાઓ સાથે જોડવામાં આવ્યા છે તે સારી વાત છે, પરંતુ શું ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના ખેડૂતો માટે બજેટમાં કંઈ છે?
Jul 23, 2024 12:55 pm
બિહારને લઇને શું કરાઇ મહત્વની જાહેરાત ?
- બિહારને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે.
- ગયાજી ધામ વિષ્ણુપદ મંદિર કોરિડોર અને મહાબોધિ મંદિર કોરિડોર ઉત્તર પ્રદેશના વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરની તર્જ પર તૈયાર કરવામાં આવશે.
- રાજીગર મંદિરના વિકાસની પણ જાહેરાત કરવામાં આવી છે.
- ગરમ પાણીના તળાવને પણ સ્ફટિકીકરણ કરવામાં આવશે.
- નાલંદાને વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે.
Jul 23, 2024 12:39 pm
નવી આવકવેરા વ્યવસ્થામાં રાહત!
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5 ટકા આવકવેરો ચૂકવવો પડશે. જો આવક 7 થી 10 લાખ રૂપિયા હોય તો 10 ટકાના દરે ઈન્કમ ટેક્સ વસૂલવામાં આવશે. 10 થી 12 લાખની કરપાત્ર આવક પર 15 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે. 12 થી 15 લાખની કરપાત્ર આવક પર 20 ટકા આવકવેરો લાગશે. 15 લાખથી વધુની કરપાત્ર આવક પર 30 ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે.
Jul 23, 2024 12:28 pm
નવી ટેક્સ રીજીમ સ્લેબમાં ફેરફાર
કર્મચારીઓને બજેટમાં મોટી રાહત મળી છે. જેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી 75 હજાર કરાયું છે. તેમજ 3 લાખ સુધી કોઈ ટેક્સ નહીં. તેમજ 3-7 લાખ સુધી 5 ટકા અને 7-10 સુધી 10 ટકા રહેશે.

Jul 23, 2024 12:24 pm
ઈન્કમ ટેક્સને સરળ બનાવાશે, ટીડીએસ સમયસર નહીં ભરો તો ગુનો નહીં
ઈન્કમ ટેક્સને સરળ બનાવાશે, ટીડીએસ સમયસર નહીં ભરો તો ગુનો નહીં. તેમજ કેપિટલ ગેનની લિમિટ વધારાઈ છે. 2/3 લોકોએ નવો ટેક્સ રીજિમ પસંદ કર્યો છે. ઈકોમર્સ ઓપરેટર્સને ટેક્સમાં મળશે છૂટ, ટીડીએસ 1 ટકા રહેશે. લોન્ગ ટર્મ કેપિટલ ગેન 20 ટકાથી ઘટાડી 12.50 ટકા કરાયું છે. જમીન ખરીદનારાને ફાયદો થશે. એંજલ ટેક્સ આજથી ખતમ.વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 5 ટકા ઘટાડાયો છે.
Jul 23, 2024 12:19 pm
બેજટમાં આ સામાન સસ્તો થશે
કેન્સરની 3 દવાઓ, મોબાઈલફોન-ચાર્જર, સોલર સેટ્સ, એક્સરે મશીન, ફિશ પ્રોડક્ટ, ચામડાનો સામાન, સોના-ચાંદીના ઘરેણાં, પ્લેટીનમ તાંબાના સામાન, ઈમ્પોર્ટેડ જ્વેલરી, ઈલેક્ટ્રોનિક ગાડીઓ, વીજળીના તાર
Jul 23, 2024 12:15 pm
જાણો કોને માસિક 5,000 રૂપિયાનું ભથ્થું મળશે
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ 5,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. કેન્દ્ર આસામમાં પૂર નિયંત્રણ પ્રવૃત્તિઓ માટે નાણાકીય સહાય પૂરી પાડશે, બિહારમાં કોસી માટે પણ યોજના તથા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને સારો પ્રતિસાદ. આ માટે 1.8 કરોડ લોકોએ નોંધણી કરાવી છે
Jul 23, 2024 12:10 pm
કેન્સરની 3 દવાઓ કસ્ટમ ડ્યુટી ફ્રી કરી, સરકારે બજેટમાં કરી જાહેરાત
કેન્સરની 3 દવાઓ કસ્ટમ ડ્યુટી ફ્રી કરી, સરકારે બજેટમાં કરી જાહેરાત. બજેટમાં MSME અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. MSMEsને તેમના કપરા સમયગાળા દરમિયાન બેંક ધિરાણ ચાલુ રાખવાની સુવિધા માટે બજેટમાં નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. સાથે જ મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
Jul 23, 2024 12:05 pm
'વિકસિત ભારત' માટે નિર્મલા સીતારમણે બજેટમાં રજૂ કરી આ મોટી જાહેરાતો
કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ અને ક્રેચની સ્થાપના. 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે સહાય આપવામાં આવશે. 10 હજાર બાયોફ્યુઅલ કેન્દ્રો સ્થાપવામાં આવશે. જન સમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ 5 રાજ્યોમાં વહેંચવામાં આવશે. લોબસ્ટર ઉત્પાદન વધારવા માટે કેન્દ્રિય પ્રજનન કેન્દ્રો બનાવવામાં આવશે. પ્રથમ વખત નોકરી શોધનારાઓ માટે સરકાર એક મહિનાનો પગાર 3 હપ્તામાં DBT કરશે. તેની મર્યાદા 15,000 છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રથમ 4 વર્ષમાં EPFOને સપોર્ટ આપશે. અમૃતસર કોલકાતા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પર ગયામાં ઔદ્યોગિક કેન્દ્રનો વિકાસ. સરકાર એક્સપ્રેસવે માટે 26000 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલના કામને ઝડપી બનાવશે. સરકાર આંધ્રપ્રદેશને 15,000 કરોડ રૂપિયાની વધારાની સહાય આપશે.
Jul 23, 2024 12:03 pm
નાણામંત્રીની બજેટમાં મોટી જાહેરાત
- કાશીની તર્જ પર બોધગયામાં કોરિડોર બનાવવામાં આવશે.
- બજેટમાં બિહારમાં ટુરિઝમ પર ભાર મૂકવામાં આવ્યો છે.
- નાલંદામાં પ્રવાસનનો વિકાસ
- બિહારમાં રાજગીર ટૂરિસ્ટ સેન્ટરનું નિર્માણ
- પૂર હોનારત પર બિહાર માટે 11000 કરોડ રૂપિયાની જોગવાઈ
Jul 23, 2024 12:00 pm
Jul 23, 2024 11:50 am
શું જાહેરાતો કરવામાં આવી હતી?
- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સ્થાપિત કરવામાં આવશે.
- બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પૂર્વોદય યોજના તૈયાર કરવામાં આવશે.
- દેશના સર્વાંગી વિકાસ માટે સરકાર રાષ્ટ્રીય સહકાર નીતિ લાવશે
- ગ્રામીણ વિકાસ માટે રૂ. 2.66 લાખ કરોડની જોગવાઈ
- આંધ્રપ્રદેશને 15,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે
Jul 23, 2024 11:46 am
મહિલાઓ માટે રૂ. 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
મહિલાઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે.
Jul 23, 2024 11:41 am
આંધ્રપ્રદેશ-બિહાર માટે જાહેરાત
સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશને વધારાના 50 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો બિહારમાં એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
Jul 23, 2024 11:36 am
એજ્યુકેશન લોનના વ્યાજ પર રિબેટ
યુનિયન બજેટ 2024-25 દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે. સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે રૂ. 10 લાખ સુધીની લોન માટે ઇ-વાઉચર્સ દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોનની રકમના 3% વાર્ષિક વ્યાજ સબવેન્શન માટે સીધા જ આપવામાં આવશે.
Jul 23, 2024 11:35 am
નિર્મલા સીતારમણની બજેટ ભાષણમાં બિહાર માટે મોટી જાહેરાત
- ફ્રી રાશનની વ્યવસ્થા 5 વર્ષ સુધી ચાલુ રહેશે.
- આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
- સરકાર રોજગાર માટે 3 મોટી યોજનાઓ પર કામ કરશે.
- બિહારમાં 3 એક્સપ્રેસ વેની જાહેરાત.
- બોધગયા-વૈશાલી એક્સપ્રેસ વે બનાવવામાં આવશે.
- પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વેનું નિર્માણ.
- બક્સરમાં ગંગા નદી પર બે લેનનો પુલ.
- બિહારમાં એક્સપ્રેસ વે માટે 26 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ.
- વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખની સ્કીલ મોડલ લોન.
- પ્રથમ વખતના કર્મચારીઓ માટે વધારાનો PF
- નોકરીઓમાં મહિલાઓને પ્રાથમિકતા
Jul 23, 2024 11:34 am
નિર્મલા સીતારમણના બજેટ ભાષણના મોટા મુદ્દા
- આ બજેટ સૌના વિકાસ માટે છે.
- આ વિકસિત ભારતનો રોડમેપ છે.
- ઊર્જા સુરક્ષા પર સરકારનું ધ્યાન.
- રોજગાર વધારવા પર સરકારનું ધ્યાન. રોજગાર વધારવો એ સરકારની પ્રાથમિકતા છે.
- કુદરતી ખેતી વધારવા પર ભાર.
- 32 પાક માટે 109 જાતો લોન્ચ કરશે.
- કૃષિ ક્ષેત્રનો વિકાસ પ્રથમ પ્રાથમિકતા છે.
Jul 23, 2024 11:33 am
બજેટના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ

Jul 23, 2024 11:29 am
રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે રૂ. 2 લાખ કરોડ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 'ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વના વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે.
Jul 23, 2024 11:27 am
રોજગાર અને સ્કીલ માટે 3 યોજનાઓ
રોજગાર અને સ્કીલ માટે 3 યોજનાઓ છે. જેમાં પહેલી નોકરીમાં નવા કામદારોને 1 મહિનાનું ભથ્થું તથા EPFOમાં કર્મચારીઓની નોંધણી જરૂરી, ઉત્પાદન સેક્ટરમાં 30 લાખ યુવાઓને નોકરી મળશે .
Jul 23, 2024 11:26 am
રોજગાર, કૌશલ અને પ્રશિક્ષણ માટે 5 યોજનાઓનું પેકેજ
રોજગાર, કૌશલ અને પ્રશિક્ષણ માટે 5 યોજનાઓનું પેકેજ છે. જેમાં 5 વર્ષમાં 4 કરોડ 10 લાખ યુવાઓને લાભ મળશે. નવી રોજગાર યોજનાઓ પર 2 લાખ કરોડની ફાળવણી.
Jul 23, 2024 11:24 am
જાણો નાણામંત્રીએ બજેટ ભાષણમાં શું કહ્યું
નાણામંત્રીએ કહ્યું કે આખું વર્ષ અને તે પછી પણ આગળ જોતાં આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2 લાખ કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.
Jul 23, 2024 11:22 am
નાણામંત્રીએ શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે વચન પૂરું કરીને તમામ મુખ્ય પાકો માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિન માટે 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનાથી 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.
Jul 23, 2024 11:20 am
ભારતીય અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં ચમકી રહી છે - નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરી રહ્યા છે. તેમનું બજેટ ભાષણ શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે ભારતના લોકોએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી મુદત માટે ફરી ચૂંટાયા છે. નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મુશ્કેલ સમયમાં પણ ચમકી રહી છે.
Jul 23, 2024 11:14 am
જાણો બજેટના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ
મોંઘવારી પર કાબૂ મેળવવો સરકારની પ્રાથમિક્તા, ગરીબ કલ્યાણ યોજના 5 વર્ષ માટે વધારાઇ, અર્થવ્યવસ્થા ખુબ જ ઝડપથી વધી રહી છે, રોજગાર, મધ્યવર્ગ, સ્કીલ, MSME પર ફોકસ તથા ખેડૂતોને MSP અપાશે અને રોજગારી વધારવા પર ધ્યાન અપાશે.
Jul 23, 2024 11:13 am
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લંબાવવામાં આવી: નાણા મંત્રી
નાણામંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે.
Jul 23, 2024 11:12 am
લોકોએ મોદી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યોઃ નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાં મોંઘવારી દર 4 ટકાની આસપાસ છે. લોકોએ સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. લોકોને અમારી નીતિઓમાં વિશ્વાસ છે. તેમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે.
Jul 23, 2024 11:09 am
નાણામંત્રીનું બજેટ ભાષણ શરૂ, શું ટેક્સમાં રાહત મળશે?
આ બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો રોડ મેપ આપશે. જે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની બ્લૂ પ્રિન્ટ પણ તૈયાર કરશે. આજનું બજેટ વિકસિત ભવિષ્યનો પાયો નાખી શકે છે.
Jul 23, 2024 11:03 am
સંસદની કાર્યવાહી શરૂ
સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી થોડીવારમાં બજેટ રજૂ કરશે.
Jul 23, 2024 10:46 am
મોદી કેબિનેટે બજેટને મંજૂરી આપી
મોદી કેબિનેટે બજેટને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે.
Jul 23, 2024 10:42 am
રાષ્ટ્રપતિ અને નાણામંત્રીની બેઠક

Jul 23, 2024 10:34 am
PM નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા
થોડીવારમાં નાણામંત્રી બજેટ રજૂ કરશે. જેમાં PM નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે. ટૂંક સમયમાં કેબિનેટની બેઠક શરૂ થશે. જેમાં સીતારમણ કેબિનેટમાં બજેટની બ્રિફ આપશે. કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી મળશે. તથા PM 1 વાગ્યે બજેટ પર પોતાનો જવાબ આપશે. નાણામંત્રી 3 વાગ્યે બજેટ પર પ્રેસ કોન્ફરન્સ કરશે.
Jul 23, 2024 10:31 am
બજેટની રજૂઆત પહેલા કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું
બજેટની રજૂઆત પહેલા કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, બજેટ દ્વારા પીએમ તેમની નજીકના 'કરોડપતિઓ'ની મદદ કરશે. મધ્યમ વર્ગ અને પ્રામાણિક કરદાતાઓને ઠાલા વચનો સિવાય કશું જ નહીં મળે.
Jul 23, 2024 10:30 am
કેબિનેટની બેઠક માટે મંત્રીઓ સંસદમાં પહોંચ્યા
કેબિનેટની બેઠક માટે મંત્રીઓ સંસદમાં પહોંચ્યા છે. મનસુખ માંડવિયા અને વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં પહોંચ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ પહોંચ્યા છે.
Jul 23, 2024 10:19 am
મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ, નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરશે
નાણામંત્રી નિર્મલા સિતારમણ રાષ્ટ્રપતિને મળ્યા છે. જેમાં નાણામંત્રીએ રાષ્ટ્રપતિ મુર્મૂને બજેટની કોપી સોંપી છે. નિર્મલા સિતારમણ 7મી વખત બજેટ રજૂ કરશે. ચૂંટણી બાદ વર્ષ 2024 - 25નું પૂર્ણ બજેટ રજૂ કરાશે. ટેક્સ સ્લેબમાં કેન્દ્ર સરકાર રાહત આપી શકે છે. તથા મધ્યમ વર્ગ, ખેડૂતો અને રોજગારી પર ફોક્સ રહેશે. ખેડૂતો, મહિલાઓ અને સિનિયર સિટીઝન પર ફોક્સ રહેશે. તથા NPS અને આયુષ્યમાન ભારત પર જાહેરાત થઇ શકે છે.
Jul 23, 2024 10:14 am
બજેટની નકલો સંસદમાં પહોંચી

Jul 23, 2024 10:10 am
નાણામંત્રી તેમની ટીમ સાથે

Jul 23, 2024 10:01 am
ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ
સુરતમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કડક વલણ સામે આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે આરોપી કોઇ પણ હશે છોડાશે નહી. આ ઓપરેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડ્રગ્સના દૂષણ સામે લડાઇ ચાલુ રહેશે. આરોપીના હર્ષ સંઘવી સાથે ફોટો વાયરલ થયા હતા. તેમાં ડ્રગ્સ કેસમાં હિન્દુ વાહિનીના નેતાની ધરપકડ થઇ છે. તથા ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર પણ ઝડપાયો છે.
https://x.com/sanghaviharsh/status/1815445988019986779?t=Ja15o7yP1HWn70UmlS9LMw&s=19
Jul 23, 2024 09:59 am
રોજગાર વધારવા માટે બજેટમાં નવા નિર્ણયો લેવામાં આવી શકે છે
રોજગાર વધારવા માટે બજેટમાં નવા નિર્ણયો લેવામાં આવી શકે છે. ગ્રીન ઇકોનોમી પર ભાર મુકવામાં આવી શકે છે. ટોય અને લેધર સેક્ટર માટે પણ PLI ની જાહેરાત શક્ય છે. સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આયાત-નિકાસ ડ્યુટીમાં ફેરફાર થઈ શકે છે. નવા બુલેટ ટ્રેન કોરિડોરની જાહેરાત શક્ય છે.
Jul 23, 2024 09:58 am
બજેટમાં ખેડૂતો પર ફોકસ કરવામાં આવશે
વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળમાં ફરી ફોકસ ખેડૂતો પર રહેશે. સરકાર ખેડૂતો માટે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન શરૂ કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધી શકે છે. મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. કોઈપણ સુરક્ષા વિના, લોન 160,000 રૂપિયાથી વધીને 2,60,000 રૂપિયા થઈ શકે છે. સરકાર પાકના વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપશે. પીએમ-આશા યોજના માટે વધારાનું બજેટ આપી શકાય છે.
Jul 23, 2024 09:56 am
Union Budget 2024: બજેટ ટીમ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણનું ફોટો સેશન
Jul 23, 2024 09:40 am
સાતમી વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી, 2019થી સંભાળે છે દેશનું બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ ભાજપના ખાસ અને ગતિશીલ નેતાઓમાંના એક છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના લગ્ન કોંગ્રેસી પરિવારમાં થયા છે. તેમના સાસુ અને સસરા બંને કોંગ્રેસમાં રહ્યા છે. સીતારમણના સાંસા આંધ્ર પ્રદેશમાંથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે જ્યારે તેમના સસરા મંત્રી રહી ચૂક્યા છે. નિર્મલા સીતારમણ 1990માં દેશમાં પરત ફર્યા. 2008માં તેઓ ભાજપમાં જોડાયા. બે વર્ષમાં તે સુષ્મા સ્વરાજ પછી પાર્ટીની બીજા મહિલા પ્રવક્તા બન્યા. ટીવી ડિબેટ શોમાં તે જાણીતો ચહેરો બની ગયો હતો. વર્ષ 2014માં તેમને મોદી સરકારની કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. પહેલા નાણા રાજ્ય મંત્રી બન્યા. વર્ષ 2017માં તેમને દેશના રક્ષા મંત્રી બનવાનું સન્માન મળ્યું હતું. વર્ષ 2019માં તેમને નાણામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.
Jul 23, 2024 09:38 am
Rahul Dravid ફરી બનશે કોચ, આ ટીમ સાથે કરશે કમબેક
ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. રાહુલ દ્રવિડે મજબૂત ટીમ ઈન્ડિયાને પાછળ છોડી દીધી છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રાહુલ દ્રવિડ કોચ તરીકે ફરીથી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે. આઈપીએલ 2025માં રાહુલ દ્રવિડ ટીમ સાથે જોડાયો હોવાના અહેવાલો છે.
Jul 23, 2024 09:30 am
Share Market Opening: બજેટ પહેલા શેરબજારમાં તેજી,સેન્સેક્સ 80 હજારને પાર
પીએમ મોદીના ત્રીજા કાર્યકાળનું આજે પ્રથમ બજેટ રજૂ થવાનું છે. 11 કલાકે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ પહેલા જ શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 9.30 કલાકે માર્કેટની શરૂઆત થતા જ નિફ્ટી અને સેન્સેક્સ લીલા નિશાનમાં ખૂલ્યા હતા. સવારે 9.30 કલાકે 80 હજાર 599 અંક સાથે સેન્સક્સ ખૂલ્યો. 97.89 પોઇન્ટનો વધારો જોવા મળ્યો. જ્યારે નિફ્ટીમાં 15.30 પોઇન્ટના વધારા સાથે 24,524 અંકે ખૂલ્યો હતો.
Jul 23, 2024 09:00 am
રાજ્યમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર
રાજ્યમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. તેમાં 3 કલાક સુધી ગાજવીજ પવન સાથે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા અરવલ્લી અને માહિસાગર, પંચમહાલમાં વરસાદ પડશે.
Jul 23, 2024 08:42 am
INS બ્રહ્મપુત્રામાં આગ લાગતાં જહાજ દરિયામાં એક તરફ નમ્યું, એક ખલાસી ગુમ
મુંબઈ બંદરે નૌકાદળના યુદ્ધ જહાજ 'આઈએનએસ બ્રહ્મપુત્રા'માં આગ લાગવાથી એક નાવિક ગુમ થયો છે. INS બ્રહ્મપુત્રામાં 21 જુલાઈની સાંજે જ્યારે મુંબઈમાં નેવલ બેઝ પર તેનું સમારકામ થઈ રહ્યું હતું ત્યારે આગ ફાટી નીકળી હતી. જહાજના કર્મચારીઓએ અગ્નિશામક દળની મદદથી આજે સવાર સુધીમાં આગને કાબૂમાં લીધી હતી. પરંતુ આગને કારણે જહાજ દરિયાના પાણીમાં એક તરફ નમી ગયું હતું. આ ઘટના અંગે નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ જાણ કરી છે. રાજનાથ સિંહે આ ઘટનામાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરી અને ગુમ થયેલા નાવિકની સલામતી માટે પ્રાર્થના કરી.
Jul 23, 2024 08:41 am
આજે નિર્મલા સીતારમણ નાણામંત્રીના રૂપમાં મોદી સરકારનું 3.0નું પહેલું અને તેમનું સાતમું બજેટ રજૂ
આજે નિર્મલા સીતારમણ નાણામંત્રીના રૂપમાં મોદી સરકારનું 3.0નું પહેલું અને તેમનું સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ સમયે તેઓ એક ખાસ રેકોર્ડ પણ બનાવશે. આજે વાત કરીએ નાણામંત્રીની બજેટ સમયે પહેરાતી ખાસ સાડીઓની. તો જુઓ 2019માં નાણામંત્રીએ પહેલું બજેટ રજૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીના તેમના સાડી લૂકને. આજે તેઓ કઈ સાડી પહેરશે તે જોવું રહ્યું.
Jul 23, 2024 08:25 am
રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી છે. સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમાં સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે.

Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Uttar Pradesh : ડૉક્ટરે 8 હજારમાં હાડકું જોડ્યું, બાકીના પૈસા ન મળતા બળજબરીથી મરોડીને ફરીથી તોડી નાખ્યું!

Karnataka Politics: જેણે RSSને કહ્યું ભારતીય તાલિબાન.. તે બીકે હરિપ્રસાદ બન્યા કર્ણાટક કોંગ્રેસના નવા અધ્યક્ષ

Stock Market Opening: US Iran વચ્ચે તણાવથી શેરબજારમાં ચિંતા, સેન્સેક્સ 299.46 પોઇન્ટ ઘટ્યો

Vaibhav Suryavanshiના ક્રેઝ આગળ બ્રોડકાસ્ટર્સ ઝૂક્યા, ભારત-શ્રીલંકા ટ્રાય-સિરીઝનું થશે લાઈવ ટેલિકાસ્ટ

Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ 2.5 રૂપિયા મોંઘુ થવાની આશંકા વચ્ચે જાહેર થયા નવા ભાવ, જાણી લો 4 જૂનનો રેટ

Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના