- ચાંદીપુરા વાયરસના કેસ વધીને 88 થયા
- રાજ્યમાં ચાંદીપુરાથી 36 બાળકોના મોત
- કેન્દ્રની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે
રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના કેસ વધીને 88 થયા છે. રાજ્યમાં ચાંદીપુરાથી 36 બાળકોના મોત થયા છે. કેન્દ્રની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. તેમજ મનપાઓમાં ચાંદીપુરાના કેસમાં વધારો થયો છે. ઘાતક બનેલા ચાંદીપુરાને રોકવામાં તંત્ર નિષ્ફળ છે. તેમજ કેસના આંકડા છૂપાવવામાં આરોગ્ય વિભાગની કામગીરી છે.
બાળકોના મોત વચ્ચે પોઝિટિવ-નેગેટિવનો તંત્રનો ખેલ
બાળકોના મોત વચ્ચે પોઝિટિવ-નેગેટિવનો તંત્રનો ખેલ છે. સરકારી ચોપડે માત્ર 22 કેસ જ પોઝિટિવ છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થયો છે. તેમાં દહેગામના લવાડ ગામે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. લવાડ ગામે 8 વર્ષના બાળકમાં લક્ષણો દેખાયા છે. તેમજ આસપાસના મકાનોમાં દવાનો છંટકાવ કરાયો છે. બાળકને તાવ સાથે ખેંચ આવતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયો છે. ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાના લવાડગામમાં 8 વર્ષના બાળકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેમાં 8 વર્ષના બાળકને તાવ સાથે ખેંચ આવતા ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયો છે.
ભાવનગર, દ્વારકા અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા
માતાજી માવાડી ફળિયામાં રહેતા પરિવારના બાળકની બીમારીના લક્ષણો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ જેવા જણાતા આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આસપાસના મકાનોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસથી ઘણા બાળકોના મોત પણ થયા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 88 કેસ નોંધાયા છે. સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં 9 શંકાસ્પદ કેસો નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે. અરવલ્લી અને ખેડા 6-6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, જામનગર અને ગાંધીનગરમાં 5-5 કેસ નોંધાયા છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા 4-4 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર કોર્પોરેશનમાં 3-3 કેસ જ્યારે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને રાજકોટ કોર્પોરેશનમાં 2-2 કેસ નોંધાયા છે. વડોદરા અને ભાવનગર, દ્વારકા અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.