- કંપનીના શેરમાં રૂપિયા 26.85નો ઘટાડો
- બજેટ શરૂ થવાના 35 મિનિટ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 19 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું
- કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 20,11,476.38 કરોડે પહોંચ્યું
નાણામંત્રીએ બજેટ વાંચવાની શરૂઆત કરી છે અને બીજી તરફ શેરબજાર અને દેશની મોટી કંપનીઓના શેર ઘટવા લાગ્યા છે. હા, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બજેટની જાહેરાત પહેલા 19,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સેન્સેક્સ સતત બીજા દિવસે ઘટી રહ્યો છે. કંપનીના શેર 3000 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જો નિષ્ણાતોનું માનીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારની જેમ મોટો ઘટાડો જોવા મળી શકે છે. એક દિવસ પહેલા રિલાયન્સના શેર સાડા ત્રણ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા અને કંપનીના વેલ્યુએશનમાં રૂપિયા 73 હજાર કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો
બજેટની થોડી મિનિટો પહેલા જ શેરબજારમાં દેશની સૌથી મોટી કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીનો શેર 0.90 ટકા એટલે કે રૂ. 26.85ના ઘટાડા સાથે રૂપિયા 2975.20 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ દિવસના નીચા સ્તરે રૂપિયા 2,973 પર પહોંચી ગયા હતા. જોકે, સવારે કંપનીના શેર રૂપિયા 3004.95 સાથે સકારાત્મક ફ્લેટ નોટ પર ખુલ્યા હતા. એક દિવસ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 3.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ કંપનીના શેર 3001.10 રૂપિયા પર બંધ થયા.
વેલ્યુએશનમાં મોટો ઘટાડો
જો કંપનીના વેલ્યુએશનની વાત કરીએ તો બજેટ શરૂ થવાના 35 મિનિટ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 19 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. એક દિવસ પહેલા શેરબજાર બંધ થયું ત્યારે કંપનીનું વેલ્યુએશન 20,30,488.32 કરોડ રૂપિયા હતું. જ્યારે 23 જુલાઈના રોજ કંપનીના શેર રૂ. 2,973ની નીચી સપાટીએ પહોંચી ગયા હતા, જ્યારે કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 20,11,476.38 કરોડે પહોંચ્યું હતું. મતલબ કે બજેટની 35 મિનિટ પહેલા કંપનીના વેલ્યુએશનમાં રૂપિયા 19,011.94 કરોડનું નુકસાન થયું છે.
બજેટ 2024ને લગતી તમામ જાણકારી મેળવવા અહીં ક્લિક કરો