- 22 કેરેટ સોનાની કિંમત 6,745 રૂપિયા પ્રતિ ગ્રામ
- 24 કેરેટ સોનાની કિંમત 7,358 રૂપિયા પ્રતિ ગ્રામ
- 100 ગ્રામ ચાંદીની કિંમત 9,140 રૂપિયા
આજે કેન્દ્રીય બજેટ રજૂ થતાં તેની અસર સોના-ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળશે. જો કે 11 વાગ્યે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે તે પહેલા હાલ સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 6,745 રૂપિયા પ્રતિ ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 7,358 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
આજે 100 ગ્રામ ચાંદીની કિંમત 9,140 રૂપિયા
ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 100 ગ્રામ ચાંદીની કિંમત 9,140 રૂપિયા છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 6,760 રૂપિયા પ્રતિ ગ્રામ છે જ્યારે મુંબઈમાં તે 6,745 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આજે ભારતમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹ 6,745 અને 24 કેરેટ સોના (999 સોના તરીકે પણ ઓળખાય છે) માટે ₹ 7,358 પ્રતિ ગ્રામ છે.
ભારતમાં આજે પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત
- 1 ગ્રામ: રૂ. 6,745
- 8 ગ્રામ: રૂ 53,960
- 10 ગ્રામ: રૂ. 67,450
- 100 ગ્રામ: રૂ. 6,74,500
ભારતમાં આજે પ્રતિ ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત
- 1 ગ્રામ: રૂ 7,358
- 8 ગ્રામ: રૂ. 58,864
- 10 ગ્રામ: રૂ. 73,580
- 100 ગ્રામ: રૂ 7,35,800
મિસ્ડ કોલ દ્વારા સોનાની કિંમત તપાસો
તમે સરળતાથી સોનાના નવીનતમ ભાવ જાતે શોધી શકો છો. આ માટે તમારે માત્ર એક મિસ્ડ કોલ (ખાલી કોલ) કરવાની જરૂર છે. તમે 8955664433 પર મિસ્ડ કોલ કરીને 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણી શકો છો. તમે બ્લેન્ક કોલ કરશો કે તરત જ તમને એક SMS આવશે, જેમાં ગોલ્ડ રેટ વિશે માહિતી આપવામાં આવશે.