- અદાણી પાવરના શેરમાં લગભગ 4 ટકાનો વધારો
- નાણામંત્રી નિર્મલા સિતારમણે સતત 7મી વખત બજેટ રજૂ કર્યુ
- IREDAના શેર 2 ટકા અને RVNLના શેરના ભાવ 1 ટકો વધ્યા
આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ દેશનું સામાન્ય બજેટ 2024 રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના કાર્યકાળનું સતત સાતમું બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે બજેટની જાહેરાતોની અસર શેરબજારમાં પણ જોવા મળી રહી છે.
અદાણી પાવરના શેરમાં લગભગ 4 ટકાનો વધારો
અદાણી પાવરના શેરમાં લગભગ 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, અદાણી ગ્રીન એનર્જીમાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે અદાણી પોર્ટમાં 1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે IRFCના શેરમાં 1 ટકો, IREDAના શેરમાં 2 ટકા અને RVNLના શેરમાં 1 ટકો વધ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ભાષણ આપી રહ્યા છે. ત્યારે શેરબજારમાં ફરી એકવાર હરિયાળી જોવા મળી રહી છે. અદાણી ગ્રૂપના શેર સતત વધી રહ્યા છે.
નાણામંત્રી નિર્મલા સિતારમણે સતત 7મી વખત બજેટ રજૂ કર્યુ
નાણામંત્રી નિર્મલા સિતારમણે સતત 7મી વખત બજેટ રજૂ કર્યુ છે. ચૂંટણી બાદ વર્ષ 2024-25નું પૂર્ણ બજેટ રજૂ કરાવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે બજેટ સ્પીચ પહેલા નાણામંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા અને બજેટની કોપી રાષ્ટ્રપતિને સોંપી હતી.
સવારે શેરબજાર ગ્રીન ઝોનમાં શરૂ થયું હતું
આજે સવારે શેરબજાર ગ્રીન ઝોનમાં શરૂ થયું હતું અને સરકારી કંપનીઓ (પીએસયુ સ્ટોક્સ)ના શેર જોરદાર ઝડપે ચાલતા જોવા મળ્યા હતા. જોકે, આ ગતિ લાંબો સમય ટકી શકી નહીં અને સવારે 09.45 વાગ્યે સેન્સેક્સ લગભગ 50 પોઈન્ટ સુધી નીચે ગયો, નિફ્ટી પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
બજેટ 2024ને લગતી તમામ જાણકારી મેળવવા અહીં ક્લિક કરો