- ચૂંટણી પહેલાના બજેટમાં જનતાને રાહતની આશા
- મોંઘવારી અને હોમ લોન અંગે થઈ શકે જાહેરાત
- પેટ્રોલ-ડિઝલમાં જનતાને રાહતની સંભાવના
દેશમાં સૌથી મહત્વનું એવું બજેટ 2024-25 આજે રજુ કરવામાં આવી રહ્યું છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ વાદળી રંગની સાડી પહેરીને સંસદ ભવન પહોંચ્યા છે. વર્ષ-2024 લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. આ સ્થિતિમાં લોકોને મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટથી વિશેષ અપેક્ષાઓ છે. નોંધનીય છેકે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે.
Live updates :
વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત નહીં
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, અમે વચગાળાના બજેટની પરંપરા ચાલુ રાખી છે. વાસ્તવમાં, વચગાળાના બજેટમાં કોઈ લોકપ્રિય જાહેરાતો કરવામાં આવતી નથી. આ જ કારણ છે કે સરકાર કોઈપણ પ્રકારની જાહેરાત કરવાથી બચી રહી છે. જેના સાથે જ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં સાથે જ કોઈ પણ નવી જાહેરાત કરવામાં આવી નથી.
દેશમાં કરની આવક વધી
નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજકોષિય ખાદ્ય 5.1 ટકા રહેવાનું અનુમાન છે. 10 વર્ષમાં ઇન્કમ ટેક્સ કલેક્શન 3 ગણો વધ્યો છે. 2025 - 26 સુધી રાજકોષિય ખોટ ઓછી થશે. 10 વર્ષમાં પ્રત્યક્ષ કરનું કલેક્શન 10 ગણું વધ્યું છે. 5 વર્ષમાં કરદાતોને સુવિધા વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે.
બજેટની સૌથી મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટની સૌથી મોટી જાહેરાત કરી છે. હાલમાં કર માળખામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નહીં. હાલમાં 7 લાખ સુધીની આવક પર ટેક્સ નહી. ઇન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. રિફંડ વ્યવસ્થા ઝડપી કરવામાં આવી છે. 5 વર્ષમાં કરદાતોને સુવિધા વધારવા પર ભાર મુકવામાં આવી છે.
ઉદ્યોગકારો માટે રાહત
દેશમાં 75 હજાર કરોડની લોન વ્યાજમુક્ત આપવામાં આવી છે. FDI પણ 2014 થી 2023 સુધી વધ્યું છે. સુધારા માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સંપૂર્ણ બજેટ જુલાઈમાં આવશે. તેમાં વિકસિત ભારતનો રોડમેપ રજૂ કરવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. વસ્તી વધારા અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે.
રેલવે અને એવિએશનમાં સુધારો કરવામાં આવ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. જેના સાથે જ દેશમાં ત્રણ રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે.
દેશની 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. આત્મનિર્ભર બનાવવામાં લખપતિ દીદીઓનો ફાળો રહ્યો છે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. જેમાં 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે.
ખેડૂતો માટે વિવિધ યોજનાઓ
ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે. નેનો ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે. ડેરી વિકાસ ક્ષેત્રે સારું કામ થશે. ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. 1361 મંડીઓને eName સાથે જોડવામાં આવશે. આગામી 5 વર્ષમાં વિકાસની નવી વ્યાખ્યા બનાવીશું.
મહિલાઓ માટે વિશેષ યોજના
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સર્વાઇકલ કેન્સરને રોકવા માટે પ્રયાસો કરવામાં આવશે. આ માટે રસીકરણ કરશે. મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. 9 થી 14 વર્ષની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.
સામાન્ય લોકોના પરિવર્તન લાવવા પ્રયાસ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'પીએમ જન ધન યોજના હેઠળ આદિવાસી સમાજ સુધી પહોંચવું પડશે. ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
શિક્ષણ પર ખાસ ભાર મુકવામાં આવ્યો
નાણામંત્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિનું અમલીકરણ કરાયું છે. ખેડૂતોને સશક્ત કરવા સરકાર કામ કરી રહી છે. જેમાં દેશમાં 7 IIT અને 15 AIIMS શરૂ કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓનો પ્રવેશ વધ્યો છે. 1.4 કરોડ યુવાનોને સ્કીલ ઇન્ડિયા અંતર્ગત તાલીમ આપવામાં આવી છે. જેની સાથે જ 3000 નવી ITI બનાવવામાં આવી.
નાણામંત્રીએ 10 વર્ષના બદલાવની વાત કરી
તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. 80 કરોડ લોકોને મફત રાશન આપ્યું છે. સર્વ સમાવેશી વિકાસ પર ભાર અપાયો છે. આ સાથે જ2047 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. છેલ્લા 10 વર્ષમાં અર્થવ્યવસ્થાનું પ્રદર્શન સારૂ રહ્યું છે. અમે પરિવારવાદને ખતમ કર્યો છે. ભાઇ - ભત્રીજાવાદને પણ ખતમ કર્યો છે. વ્યાપક લક્ષ્યો સાથે આગળ વધી રહ્યાં છીએ. ગરીબ, યુવા, મહિલા, ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડરને નાણાંકીય મદદ કરી છે. દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ થયો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે દરેક ઘરમાં પાણી, બધાને વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અંગે કરી વાત
દેશના લોકોને પ્રાથમિક સુવિધાઓ સાથે બેંક ખાતા ખોલવાનું કામ કરવામાં આવ્યું છે. ભોજનની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ રહી છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું
નિર્મલા સીતારમણે કહ્યું, દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દેશમાં એક નવો હેતુ અને આશા જાગી છે. જનતાએ અમને બીજી વખત સરકાર માટે ચૂંટ્યા. અમે સર્વગ્રાહી વિકાસની વાત કરી. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ મોદી કેબિનેટે પણ બજેટને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની સાથે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતા.

નાણામંત્રી બજેટ-2024 માટે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી.
બજેટ પહેલાં શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેકસમાં 200થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 50 પોઈન્ટની તેજી
બજેટ-2024 પહેલાં સેન્સેક્સમાં 200થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 72000ની સપાટીની નજીક તો નિફ્ટી 50 પોઇન્ટની તેજી સાથે 21700ને પાર પહોંચ્યો છે. તેમજ બજેટને લઇ ભારતીય શેરબજારમાં આશાવાદ જોવા મળી રહ્યું છે.
દેશનું વચગાળાનું બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબલેટ લઈને સંસદ પહોંચ્યા. કેબિનેટ મંજૂરી માટે બજેટ રજુ કરવામાં આવ્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી લઈ નાણામંત્રી સંસદ ભવન જવા માટે નીકળ્યા
વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા છે. જ્યાં તેઓ કેબિનેટની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં વચગાળાના બજેટ મંજૂર કરવામાં આવશે. આ સિવાય કેબિનેટ બેઠકમાં વધુ 7-8 એજન્ડા મૂકવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ થોડા સમયમાં સંસદ પહોંચશે.
બજેટ રજુ કરવા પહેલાં વચગાળાના બજેટની નકલો સંસદમાં પહોંચી ગઈ, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે
વચગાળાના બજેટ પહેલા શેરબજાર ફ્લેટ, સેન્સેક્સમાં સામાન્ય ઉછળો
કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ પહેલા ભારતીય શેરબજાર આજે ફ્લેટ ખુલ્યું. સેન્સેક્સ 28 અંકોના ઘટાડા સાથે 71,723 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 11 પોઈન્ટ વધીને 21,737 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
નાણામંત્રી બજેટની મંજૂરી લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચી રહ્યા છે. તે પછી તેઓ સંસદ પહોંચશે અને કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
બજેટ નાણામંત્રીઅધિકારીઓ સાથે બેઠક કરવા માટે પહોંચ્યા
નાણામંત્રી બજેટ રજુ કરવા પહેલાં નાણામંત્રાલય પહોંચ્યા
આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અહીં પહોંચી ચૂક્યા છે. નાણામંત્રી પહેલા બજેટ મેકિંગ ટીમને મળશે અને તેમની સાથે ફોટો સેશન કરશે. નાણા મંત્રાલયના અધિકારીઓને મળશે.
જે બાદ નાણામંત્રી નિર્મલા રાષ્ટ્રપતિની મંજૂરી લેવા પહોંચશે. જ્યાં બજેટ 2024-2025ની મંજૂરી રાષ્ટ્રપતિ પાસેથી લેવામાં આવશે. નાણામંત્રી નિર્મલા આજે સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. ચૂંટણીનું વર્ષ છે, તેથી આ વચગાળાનું બજેટ છે.
આ સાથે જ ચૂંટણી પછી નવી સરકાર જૂલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરશે. જેમાં સંપૂર્ણ રજુઆત કરવામાં આવશે. આ વર્ષે વચગાળાનું બજેટ એટલા માટે છે કે દેશમાં થોડા મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેથી આ ચૂંટણી બાદ જે નવી સરકાર બનશે તે બાકીના મહિનાના ખર્ચના લેખા-જોખા પોતાની પ્રાથમિક્તા મુજબ નક્કી કરશે. જો કે આમ છતાં લોકોને આ મિની બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.









