- સાત રાજ્યોમાં 13 વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી
- કેટલીક બેઠક પર ચિત્ર થઇ ગયુ સ્પષ્ટ
- તો કેટલીક બેઠકો પર હજી ચાલી રહ્યુ છે ઘમાસાણ
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. કેટલીક બેઠકો પર પરિણામ આવી ગયા છે જ્યારે કેટલીક બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. ત્યારે આવો જાણીએ કઇ બેઠક પર કોણ જીત્યુ અને ક્યાં હજી મતગણતરી ચાલી રહી છે તે જોઇએ.
અત્યાર સુધીનું પરિણામ
- AAPએ પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર જીત મેળવી છે.
- હિમાચલની ત્રણ બેઠકોમાંથી કોંગ્રેસે બે બેઠકો જીતી છે.
- હમીરપુર બેઠક ભાજપે કબજે કરી છે.
- ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં ચારમાંથી ત્રણ બેઠકો જીતી છે.
- આરજેડીની બીમા ભારતી બિહારની રૂપૌલી સીટ પરથી ચૂંટણી હારી ગઈ છે.
બીમા ભારતી હાર્યા
અપક્ષ શંકરસિંહે આખરે રૂપૌલીની રસપ્રદ લડાઈ જીતી લીધી છે. તેમણે JDUના કલાધર મંડળને 8 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. આરજેડીના બીમા ભારતી જે અહીંથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ ચૂંટણી હાર્યા છે. મહત્વનું છે કે અપક્ષ ઉમેદવાર શંકરસિંહ સતત પોતાની લીડ મજબૂત કરી રહ્યા હતા. સૌથી ચોંકાવનારું પરિણામ બિહારની રૂપૌલી સીટનું હતું જ્યાં અપક્ષ ઉમેદવાર શંકર સિંહે સત્તાધારી JDUના કલાધર મંડળને 8 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
સીએમ સુખ્ખુ પત્નીએ મેળવી જીત
હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકોમાંથી કોંગ્રેસે 2 બેઠકો જીતી છે જ્યારે એક બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. કોંગ્રેસે દહેરા અને નાલાગઢ બેઠકો જીતી છે. સીએમ સુખુની પત્ની કમલેશ ઠાકુરે દેહરા સીટ પરથી ચૂંટણી જીતી છે. જ્યારે નાલાગઢથી હરદીપ સિંહ બાવાએ ભાજપના કેએલ ઠાકુરને 8990 મતોથી હરાવ્યા હતા. આશિષ વર્મા હમીરપુરથી જીત્યા છે.
બંગાળની 4 બેઠકોનું પરિણામ
- બંગાળની બગડા સીટ પર ટીએમસીની જીત.
- પંજાબના જલંધર પશ્ચિમમાં AAPની જીત.
- હિમાચલની દેહરા સીટ પર કોંગ્રેસની જીત
- બંગાળની રાયગંજ સીટ પર ટીએમસીની જીત