CA ફાઉન્ડેશન અને ઇન્ટર સીએનું પરિણામ જાહેર થઈ ગયું છે,જેમાં ભારતમાં ત્રણ ટોપને લઈ છોકરીઓએ બાજી મારી છે,સપ્ટેમ્બરમાં લેવાયેલી CA ઇન્ટર અને ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CA ઇન્ટરની પરીક્ષામાં છોકરીઓનો વિજય થયો છે. મુંબઈની પરમાઈ પારેખે ઈન્ટર પરીક્ષામાં ટોપ કર્યું છે.
આજે પરિણામ થયું જાહેર
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ આજે 30 ઓક્ટોબરે CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામો ICAI icai.org અને icaiexam.icai.org ની અધિકૃત વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવ્યા છે. મુંબઈની પરમાઈ પારેખે સીએ ઈન્ટરની પરીક્ષામાં ટોપ કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો તેમના નોંધણી નંબર અને રોલ નંબર દ્વારા સ્કોરકાર્ડ ચકાસી શકે છે.ICAIના ભૂતપૂર્વ પ્રમુખ ધીરજ ખંડેલવાલે X પરની પોસ્ટમાં ટોપર્સના નામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સીએ ઈન્ટરમીડિયેટનું પરિણામ આવી ગયું છે. આ વખતે ત્રણેય ટોપ રેન્કર મહિલા છે. પરમી ઉમેશ પારેખે પ્રથમ, તાન્યા ગુપ્તાએ દ્વિતીય અને વિધિ જૈને ત્રીજો ક્રમ મેળવ્યો છે.

ICAI CA ફાઉન્ડેશન, ઇન્ટર રિઝલ્ટ 2024 આ રીતે તપાસો
01-ICAI icai.org ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
02-અહીં CA ફાઉન્ડેશન પરિણામ/CA ઇન્ટર પરિણામ 2024 ની લિંક પર ક્લિક કરો.
03-હવે રજીસ્ટ્રેશન નંબર અને રોલ નંબર વગેરે દાખલ કરો અને સબમિટ કરો.
04-સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
CA ઇન્ટર રિઝલ્ટ 2024 ટોપર લિસ્ટ
આ વર્ષે, યુવતીઓએ સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે, જેમાં મુંબઈની પરમી ઉમેશ પારેખ પ્રથમ સ્થાને છે, ત્યારબાદ તાન્યા ગુપ્તા અને વિધિ જૈન છે. પરમીએ 80.67 ટકા માર્ક્સ મેળવ્યા છે, જ્યારે ચેન્નાઈના ગુપ્તાએ 76.50 ટકા અને દિલ્હીના જૈને 73.50 ટકા માર્ક્સ મેળવ્યા છે.