• માર્ગ અકસ્માત થાય તો થઇ કેશલેસ મળશે સારવાર
  • મોદી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે યોજના
  • સદનમાં નીતિન ગડકરીએ આપી માહિતી

હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. તેમાં સાંસદો દ્વારા વિવિધ સરકારી યોજના તથા તેને લગતા સવાલોના જવાબ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મહત્વની જાણકારી આપી છે. જે મુજબ હવે જો કોઇનો માર્ગ અકસ્માત થાય તો તેઓની સારવાર કેશલેસ થઇ શકે.

આ બે રાજ્યમાં શરૂ કરાઇ યોજના

હવે જો કોઈ વ્યક્તિ રોડ પર અકસ્માતનો ભોગ બને છે તો તેના માટે સરકાર એક સ્કીમ લાવી રહી છે. જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર કેશલેસ થઇ શકશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુદ સરકાર વતી લોકસભામાં આ માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજનાને ચંદીગઢ અને આસામમાં પણ પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી છે.

1.5 લાખ સુધીની મદદ

લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે યોજના હેઠળ પાત્ર પીડિતોને આયુષ્માન ભારત પ્રધાન-જન આરોગ્ય યોજના (ABPM-JAY) હેઠળ લિસ્ટેડ હોસ્પિટલમાં અકસ્માતની તારીખથી મહત્તમ 7 દિવસ માટે 1.5 લાખ સુધી ટ્રોમા અને પોલિટ્રોમા કેર સંબંધિત આરોગ્ય લાભ પેકેજો ઓફર કરવામાં આવે છે.

કેશલેસ સારવાર મળે તેવી યોજના

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ જણાવ્યું હતું કે મંત્રાલયે નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) સાથે મળીને કોઇ પણ કેટેગરીના રોડ રસ્તા પર વાહન અકસ્માતમાં પીડિતોને કેશલેસ સારવાર મળે તે માટે એક યોજના તૈયાર કરી છે . તેને પાયલટ પ્રોજેક્ટ હેઠળ આસામ અને ચંડીગઢમાં શરૂ કરી દેવામાં આવી છે. નીતિન ગડકરીના મુજબ મંત્રાલયે એક પ્લાન તૈયાર કર્યો છે અને ચંદીગઢ અને આસામમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મોટર વાહન અધિનિયન, 1988ની કલમ 164બી હેઠળ રચાયેલા મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ હેઠળ સંચાલિત થાય છે.

અમલીકરણ માટે જવાબદાર

તેમણે વધુમાં કહ્યું કે આવકના સ્ત્રોત અને તેના ઉપયોગ વિશેની માહિતી સેન્ટ્રલ મોટર વ્હીકલ (મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ) નિયમો, 2022 હેઠળ આપવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના NHA સ્થાનિક પોલીસ, સૂચિબદ્ધ હોસ્પિટલો, રાજ્ય આરોગ્ય એજન્સી, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ સાથે સમન્વય કરીને કાર્યક્રમના અમલીકરણ માટે જવાબદાર છે.

મંત્રીએ જણાવ્યું હતું કે મોટર વાહનોના ઉપયોગથી થતા માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા લોકોની કેશલેસ સારવાર માટેનો પાયલોટ પ્રોજેક્ટ ચંદીગઢ અને આસામમાં મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળના આદેશને ધ્યાનમાં રાખીને, જ્યાં માર્ગ અકસ્માતો થાય છે ત્યાં સહાયતા મળી રહે તે માટે શરૂ કરવામાં આવ્યો છે.


  • Follow us on: