- કાસ્ટ પોલિટિક્સને લઇને આકરા પાણીએ નીતિન ગડકરી
- એક કાર્યક્રમમાં કાસ્ટ પોલિટિક્સને લઇને આપ્યું નિવેદન
- કહ્યું મહારાષ્ટ્રમાં જાતિવાદી રાજકારણ ચાલી રહ્યું છે.
દેશમાં જાતિને લઇને નિવેદનો સામે આવી રહ્યા છે. જાતિવાદ પર રાજકારણ થઇ રહ્યું છે. આ વચ્ચે બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કાસ્ટ પોલિટિક્સને લઇને આકરા પાણીએ જોવા મળ્યા.
કાસ્ટ પોલિટિક્સને લઇને આપ્યું નિવેદન
એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નીતિન ગડકરીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલમાં જાતિવાદી રાજકારણ ચાલી રહ્યું છે. હું જાતિવાદમાં માનતો નથી. તેમણે કહ્યુ કે જે લોકોની કરશે જાતિની વાત તે લોકો ખાશે લાત. આવુ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મારા મતવિસ્તારમાં 40 ટકા મુસ્લિમો છે. મેં તેમને પહેલેથી જ કહ્યું છે કે, હું આરએસએસનો વ્યક્તિ છું. હું હાફ ટ્રાઉઝર વ્યક્તિ છું. કોઈને વોટ આપતા પહેલા સારી રીતે વિચારી લો જેથી તમને પાછળથી પસ્તાવો ન કરવો પડે. જે વોટ કરશે તેના માટે હું કામ કરીશ અને જે વોટ નહીં આપે તેના માટે પણ હું કામ કરીશ.
વિધાનસભાની યોજાવાની છે ચૂંટણી
મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 26 નવેમ્બરે પૂરો થશે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીં વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જો કે ચૂંટણી બાદ શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ અને એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા.
બે જૂથમાં વહેંચાઇ છે શિવસેના
જૂન 2022માં શિવસેનામાં આંતરિક વિખવાદ થયો હતો. આ પછી એકનાથ શિંદેએ પાર્ટીના 40 ધારાસભ્યોને બરતરફ કર્યા. એકનાથ શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. હવે શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. શરદ પવારની NCP પણ શરદ પવાર અને અજિત પવાર એમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. શરદ પવારે તાજેતરમાં દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (NCP (SP) + કોંગ્રેસ + શિવસેના (ઠાકરે જૂથ) 225 બેઠકો જીતશે.