- બિહારમાં જાતિ અનુસાર ગણતરીને લઈને હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અરજી
- નીતિશ સરકારની અરજી ફગાવી દેવામાં આવી
- વહેલી સુનાવણી માટે દાખલ કરવામાં આવી હતી અરજી
બિહારમાં જાતિ અનુસાર ગણતરીને લઈને હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી નીતિશ સરકારની અરજી ફગાવી દેવામાં આવી છે. આ અરજી સરકાર દ્વારા કોર્ટમાં વહેલી સુનાવણી માટે દાખલ કરવામાં આવી હતી. અગાઉ, 4 મેના રોજ પટના હાઈકોર્ટ દ્વારા ગણતરી પર રોક લગાવવામાં આવી હતી.
આ મામલાની સુનાવણી 3જી જુલાઈએ થશે
બિહાર સરકારે તેની અરજીમાં માંગ કરી હતી કે તેની સુનાવણી જલ્દી કરવામાં આવે. બીજી તરફ હાઈકોર્ટે મનાઈ ફરમાવી હતી કે અત્યાર સુધી એકત્ર કરાયેલા ડેટાનો નાશ ન કરવો જોઈએ. હવે પહેલાથી નક્કી કરાયેલી તારીખ મુજબ આ મામલાની સુનાવણી 3જી જુલાઈએ થશે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે કોર્ટના નિર્ણયના આધારે ચર્ચા કરવામાં આવશે. અમારી સરકાર ગણતરી માટે પ્રતિબદ્ધ છે. મહાગઠબંધન સરકારના મોટાભાગના નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભાજપ જાતિ આધારિત ગણતરીને રોકવાનો પ્રયાસ કરી રહી છે.
જ્ઞાતિ આધારિત ગણતરીનું 80 ટકા કામ પૂર્ણ
માહિતી અનુસાર, જાતિ આધારિત ગણતરીનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેને 100% કરવા માટે વધુ સમયની જરૂર છે. લગભગ ઓફલાઈન કામ પૂર્ણ થઈ ગયું છે. 7 જાન્યુઆરીએ શરૂ થયેલી ગણતરી 15 મેના રોજ પુરી થવાની હતી, પરંતુ તે પહેલા કોર્ટે તેના પર રોક લગાવી દીધી હતી. કેબિનેટ તરફથી સંપૂર્ણ ગણતરી કરીને 500 કરોડ ખર્ચવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું નથી.
સુનાવણી માટે કોર્ટ દ્વારા 3 જુલાઈનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટે બિહાર સરકારની અરજીને ફગાવી દીધી હતી, જેમાં અપીલ કરવામાં આવી હતી કે સુનાવણી 3 જુલાઈ પહેલા કરવામાં આવે. એટલે કે વહેલી સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી.
બિહાર સરકાર પર બંધારણના ભંગનો આરોપ
હકીકતમાં, અરજીકર્તાઓ દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બિહાર સરકારને જાતિઓની ગણતરી કરવાનો અધિકાર નથી. આમ કરીને સરકાર બંધારણનું ઉલ્લંઘન કરી રહી છે. જાતિ ગણતરીમાં લોકોની જ્ઞાતિની સાથે તેમના કામની વિગતો અને તેમની લાયકાત પણ લેવામાં આવી રહી છે. આ તેના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. 500 કરોડ રૂપિયા જાતિની ગણતરી પાછળ ખર્ચવામાં આવે છે તે પણ ટેક્સના પૈસાનો બગાડ છે.