- 11 જુલાઈના રોજ કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા આદેશ કરેલો
- 24 ઓગસ્ટના રોજ ભૂવનેશ્વરની કોર્ટમાં રીપોર્ટ રજૂ કરાયો હતો
- તપાસ અધિકારીએ કહ્યું કે, મંજૂરી વગર જ રીપેરિંગ વર્ક થયું હતું
ઓડિશાના બાલાસોરમાં તારીખ 2 જૂને થયેલી ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. એમાં 3 રેલવે અધિકારીઓના નામ સામે આવ્યા છે. જેમાં સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલ) અરુણ કુમાર મહંત, સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલ) મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારનો સમાવેશ થાય છે. આ ત્રણેય સામે હત્યા અને પુરાવાઓ ગાયબ કરવાના આરોપ છે. સીબીઆઈ દ્વારા તારીખ 7 જુલાઈના રોજ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 296 લોકોનાં મોત થયા હતા. 1200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સીબીઆઈએ ફાઈલ કરેલી ચાર્જશીટમાં શું છે
ભુવનેશ્વર ખાતે સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરવામાં આવેલી તેની ચાર્જશીટમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન રજૂ કરાયેલા પુરાવાના આધારે IPCની કલમ 304 ભાગ-2 (દોષિત હત્યા નહીં), 34 તેમજ આઈપીસીની 201 કલમો ઉમેરવામાં આવી છે. રેલવે અધિનિયમની કલમ 153 (રેલવે મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકતા ઇરાદાપૂર્વકના કૃત્ય દ્વારા) પણ ઉમેરાઈ છે. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં એમ પણ કહ્યું હતું કે, બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન (જ્યાં અકસ્માત થયો હતો) પર સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશનની જાળવણી માટે આરોપી સીધો જ જવાબદાર હતો. બહાનાગા બજાર સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 94 પર સમારકામ અને એલસી ગેટ નંબર 79 નું સર્કિટ ઉપયોગનું કામ મહંતની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
કાયદેસરના પગલાં આરોપી સામે લેવાશે
આરોપીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, હાલના સિગ્નલ અને ઈન્ટરલોકીંગ ઈન્સ્ટોલેશનનું પરીક્ષણ, ઓવરહોલિંગ અને ફેરફાર યોજના અને સૂચનાઓ મુજબ છે કે કેમ. પરંતુ આરોપીઓએ આવું કર્યું ન હતું. કેન્દ્રીય તપાસ એજન્સીએ ઓડિશા પોલીસ પાસેથી તપાસ સંભાળી હતી. જેની તપાસમાંથી આ વિગત મેળવીને સીબીઆઈ એક ચાર્જશીટ તૈયાર કરી હતી. આ ત્રણેય આરોપીઓ સામે હવે કાયદેસરના પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત કાયદેસરની કામગીરી થશે