સીબીએસઇ ધોરણ 12નું પરિણામ જાહેર થઇ ગયુ છે. ધોરણ 12નું 88.39 % વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પાસ કરે છે. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારીમાં 0.41 %નો વધારો થયો છે. એટલે કે ગત વર્ષે 87.98 ટકા પરિણામ આવ્યુ હતું.  જ્યારે છોકરીઓએ છોકરાઓ કરતાં 5.94% થી વધુ પોઈન્ટ્સનો વધારો કર્યો છે; 91 % થી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે. ઉલ્લેખનીય છે કે  ધોરણ 10 ની પરીક્ષા 18 માર્ચે પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12ની અંતિમ પરીક્ષા 4 એપ્રિલે યોજાઈ હતી.


CBSE બોર્ડ પરિણામ 2025 કેવી રીતે જોશો ?

  • CBSE એ વિદ્યાર્થીઓને જાણ કરી છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ્સ - cbse.gov.in, cbseresults.nic.in અને results.cbse.nic.in ની મુલાકાત લઈને તેમના સ્કોરકાર્ડ ચકાસી શકે છે.
  • આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડિજીલોકર એપ દ્વારા તેમની ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્રો પણ મેળવી શકે છે.
  • બોર્ડ વિદ્યાર્થીઓના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS મોકલીને ડિજીલોકર લોગિન આઈડી અને એક્સેસ કોડ શેર કરશે, જેથી તેઓ સરળતાથી લોગિન કરી શકે.
  • આ સાથે, વિદ્યાર્થીઓ ઉમંગ એપ અને એસએમએસ સેવા દ્વારા પણ પરિણામ મેળવી શકે છે.

આ રીતે પરિણામ તપાસો

  • CBSE ની સત્તાવાર વેબસાઇટ, cbseresults.nic.in ઓપન કરો.
  • અહીં CBSE 10મા પરિણામ / CBSE 12મા પરિણામ લિંક પર ક્લિક કરો.
  • હવે રોલ નંબર વગેરે દાખલ કરો અને સબમિટ કરો.
  • સ્કોરકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.

કેટલા લોકોએ આપી હતી પરીક્ષા ? 

આ વર્ષે 17,04,367 વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી 16,92,794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 14 લાખ 96 હજાર 307  હતી. ખાસ વાત એ છે કે ગયા વર્ષે પણ બોર્ડ દ્વારા પરીક્ષાનું પરિણામ 13  મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ડિજીલોકરનું ઍક્સેસ આપવામાં આવ્યુ છે.  તેની પિન સંબંધિત શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પહેલાથી જ આપવામાં આવ્યો છે.

દીકરીઓએ મારી બાજી 

CBSE બોર્ડ 12માના પરિણામમાં દીકરીઓએ બાજી મારી છે. આ વર્ષે છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64% છે, જ્યારે તે 85.70% છે અને ટ્રાન્સજેન્ડરોની પાસ થવાની ટકાવારી 100% છે. આ વર્ષનું પરિણામ 2024 કરતા સારું રહ્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતા 5.94% વધુ છે. 


  • Follow us on: