- PM મોદીની અધ્યક્ષતામાં યોજાઇ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક
- આગામી 5 વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરાઇ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ બેઠકમાં રહ્યા હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. મળતી મહિતી અનુસાર, બેઠકમાં 'વિકસિત ભારત 2047' માટેના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી 5 વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી.
આગામી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર હતા. વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળની મંત્રી પરિષદ સાથેની આ છેલ્લી બેઠક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં 'વિકસિત ભારત 2047' માટેના વિઝન ડોક્યુમેન્ટ અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી હતી.













