• લોકસભાની ચૂંટણી પહેલા જનતાને વિકાસના કાર્યોની ભેટ
  • પીએમ મોદી આવતી કાલથી 10 દિવસ 12 રાજ્યોની મુલાકાતે
  • વિવિધ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેની રાહ જોવાઇ રહી છે. તેવામાં ભાજપ દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટનનું કાર્ય પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી 10 દિવસ પીએમ પીએમ મોદી 12 રાજ્યોની મુલાકાત લેશે અને 29 કાર્યક્રમોમાં ભાગ લેશે.

આ રાજ્યોની લેશે મુલાકાત

તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે. 4 માર્ચે, વડા પ્રધાન તેલંગાણાના આદિલાબાદમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરીને અને આદિલાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરશે. જે બાદ તેઓ તમિલનાડુ જશે અને કલ્પક્કમ ખાતે અણુ ઊર્જા વિભાગ (DAE) ના વહીવટી નિયંત્રણ હેઠળની સરકારી કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (BHAVINI) ની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ ચેન્નાઈમાં એક જનસભાને પણ સંબોધિત કરશે અને પછી હૈદરાબાદ જશે.

5 માર્ચે શું છે કાર્યક્રમ ?

5 માર્ચના રોજ પીએમ મોદી તેલંગાણાના સાંગારેડીમાં હશે, જ્યાં તેઓ અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. આ પછી પીએમ મોદી સાંગારેડીમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. ત્યાંથી પીએમ મોદી ઓડિશા જશે. અહીં ચંડીખોલ, જાજપુરમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. આ પછી પીએમ મોદી ચંડીખોલેમાં જાહેર સભાને સંબોધશે અને પશ્ચિમ બંગાળ તરફ જવા રવાના થશે.

6 માર્ચે શું છે કાર્યક્રમ

6 માર્ચના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતાની મુલાકાત લેશે. અહીં તેઓ અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. આ પછી પીએમ બારાસતમાં જનસભાને સંબોધશે. ત્યારબાદ બિહારના બેતિયામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

7 માર્ચે શું છે કાર્યક્રમ

 પ્રધાનમંત્રી શ્રીનગરમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા 7 માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. સાંજે પીએમ નવી દિલ્હીમાં એક મીડિયા ઈવેન્ટમાં હાજરી આપશે.

8 અને 9 માર્ચે શું છે કાર્યક્રમ ?

8મી માર્ચે પીએમ મોદી આસામના પ્રવાસ પહેલા દિલ્હીમાં પ્રથમ રાષ્ટ્રીય સર્જક પુરસ્કાર સમારોહમાં હાજરી આપશે. 9 માર્ચે પશ્ચિમ કામેંગમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કરવા અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. ત્યારબાદ પીએમ મોદી ઇટાનગરમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અરુણાચલ પ્રદેશથી, પીએમ આસામ જશે, જ્યાં તેઓ આસામના જોરહાટમાં લચિત બરફૂકનની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પછી તેઓ જોરહાટમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પીએમ મોદી પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે..જ્યાં તેઓ એક જનસભાને પણ સંબોધશે.

10 થી 13 માર્ચ સુધીના કાર્યક્રમ

10 માર્ચે પીએમ મોદી આઝમગઢમાં વિવિધ પ્રોજેક્ટ્સને સમર્પિત કરવા માટે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.

11 માર્ચે દિલ્હીના પુસામાં નમો ડ્રોન દીદી અને લખપતિ દીદીને લગતા કાર્યક્રમો સામેલ છે.

પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જ્યાં તેઓ દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા વિભાગનું ઉદ્ઘાટન કરશે. સાંજે પીએમ DRDOના એક કાર્યક્રમમાં હાજરી આપશે.

12 માર્ચે પીએમ મોદી ગુજરાતમાં સાબરમતીની મુલાકાત લેવાના છે અને બાદમાં તેઓ રાજસ્થાનની મુલાકાત લેશે, જેસલમેર જિલ્લાના પોખરણની મુલાકાત લેશે.

13 માર્ચે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન દ્વારા ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર પ્રોજેક્ટની આધારશિલા મૂકશે. ત્યારબાદ સમાજના વંચિત વર્ગો માટે આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.


  • Follow us on: