• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BJPને આપ્યું 2000નું ફંડ
  • ડોનેશન ફોર નેશન બિલ્ડીંગ અભિયાન હેઠળ ભાજપને આપ્યું ફંડ 
  • PM મોદીએ ફંડની સ્લિપ પણ સોશિયલ મીડિયા પર કરી શેર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટે ફંડ આપ્યું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીને આર્થિક રીતે મજબૂત કરવા માટે PM મોદીએ ડોનેશન ફોર નેશન બિલ્ડીંગ અભિયાન હેઠળ ભાજપને ફંડ આપ્યું છે. PMએ ભાજપને 2,000 રૂપિયાનું ફંડ આપ્યું છે અને PMએ ફંડ સ્લિપ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

તમે પાર્ટીને કેવી રીતે ફંડ આપી શકો છો?

PMએ તેમની ટ્વિટ પોસ્ટમાં NaMoAppની લિંક પણ શેર કરી છે. આ લિંક પર જઈને તમે બીજેપીને સીધુ ફંડ કરી શકો છો. જ્યારે તમે આ લિંક પર ક્લિક કરશો તો સામે એક પેજ ખુલશે. અહીં આ ફોર્મમાં, દાતાએ તમામ જરૂરી વિગતો ભરવાની રહેશે અને તે પછી તેણે તેના ફંડની રકમ દાખલ કરવાની રહેશે અને પછી સ્વીકાર પર ક્લિક કરવાનું રહેશે. તમને જણાવી દઈએ કે PM મોદી સિવાય BJPના અન્ય ઘણા નેતાઓએ પાર્ટીના ડોનેશન ફોર નેશન બિલ્ડીંગ અભિયાન હેઠળ ફંડ આપ્યું છે.

PM મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને BJPએ શનિવારે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડશે. આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે જ્યારે ચાર મંત્રીઓની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીની ટિકિટ રદ્દ થયા બાદ તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે લઘુમતી બાબતોના મંત્રાલયમાં રાજ્યમંત્રીના સ્થાને જોન બાર્લાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ અલીપુરદ્વારના ધારાસભ્ય મનોજ તિગ્ગાને ટિકિટ આપી છે.

  • Follow us on: