- વિશ્વ વન્યજીવ દિવસની આજે ઉજવણી
- પીએમ મોદીએ ટ્વિટ કરીને પાઠવી શુભકામના
- વન્યજીવોનું સંરક્ષણ કરનારાઓની કરી સરાહના
3 માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર પીએમ મોદીએ વન્યજીવ સંરક્ષણ માટેના પ્રયાસોનું સમર્થન કરવામાં સૌથી આગળ રહેનારાઓની સરાહના કરી છે. મહત્વનું છે કે દરવર્ષે આ દિવસે લોકોના જીવન અને પૃથ્વી પર વન્યજીવોની અનન્ય ભૂમિકાઓ અને યોગદાનને માન્યતા આપવામાં આવે છે.
પીએમ મોદી એ આ વાતનું કર્યુ સમર્થન
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ વન્યજીવ દિવસ પર તમામ વન્યજીવ પ્રેમીઓને શુભકામનાઓ. આ આપણા ગ્રહ પર જીવનની અવિશ્વસનીય વિવિધતાની ઉજવણી કરવાનો અને તેને બચાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાનો દિવસ છે. હું તે તમામ લોકોની પણ પ્રશંસા કરું છું જેઓ ટકાઉ પ્રથાઓમાં મોખરે છે અને વન્યજીવ સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપી રહ્યાં છે.
પ્રથમ વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
ઉલ્લેખનીય છે કે 2014માં પ્રથમ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં પ્રાણીઓનું સંરક્ષણ કરવાનો છે. આ વર્ષની થીમ 'કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લેનેટઃ એક્સપ્લોરિંગ ડિજિટલ ઇનોવેશન ઇન વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન' છે.