- મહત્વના વન્યજીવન આવાસ નક્કી થયા નથી
- અભયારણ્યોનું સંચાલન હંગામી ધોરણે થયું
- 24 કલાક સંચાર માટે ઉપકરણો પૂરતા પ્રમાણમાં ન હતા
ગુજરાતના વન્યજીવ અભયારણ્યો સંદર્ભે કેગનો અહેવાલ સામે આવ્યો છે. જેમાં રાજ્ય પાસે રાજ્યની ચોક્કસ વન નીતી ન હોવાની ફરિયાદો સામે આવી છે. જેમાં રાષ્ટ્રીય વન્યજીવ માટે યોગ્ય યોજના ન હોવાની પણ ફરિયાદ સામે આવી છે.
એટલું જ નહીં રાષ્ટ્રીય વન્યજીવન કાર્ય યોજનાના અમલિકરણ માટે કોઈ પદ્ધતિ નથી તેવી પણ વિગતો કેગના અહેવાલમાં રજુ કરવામાં આવી છે. તેમાં રીંછ સંરક્ષણ અને કલ્યાણ કાર્ય યોજના હેઠળ કામગીરી બાકી છે. તો મહત્વના વન્યજીવન આવાસ નક્કી થયા નથી તેમ પણ સામે આવ્યું છે. વન અધિકાર અધિનિયમ નાં 14 વર્ષ પછી પણ મહત્વના વન્યજીવન આવાસ નક્કી થયા નથી













