• ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ થશે
  • આજે 10 વાગ્યે વિધાનસભાની બેઠક મળશે
  • ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ

રાજ્યમાં વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે જેની પર સૌ કોઈની નજર રહી છે. આ વચ્ચે આજે વિધાનસભાના સત્રનો ચોથો અને અંતિમ દિવસ છે. જેમાં સરકાર દ્વારા મહત્વના બે વિધેયક રજૂ કરવામાં આવશે. જેમાં સૌથી વધુ ચર્ચા થઈ રહેલાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

મુખ્ય બે વિધેયક પર સૌ કોઈની નજર

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યનું વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિધેયક અને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. જેની વચ્ચે આજે ચોમાસા સત્રના અંતિમ દિવસે સરકાર બે સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે. જેમાં વર્ષ 2023 નું ગુજરાત પબ્લિક યુનિ. વિધેયક ગૃહમાં રજૂ થશે અને બીજું ગુજરાત ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક રજૂ થશે. આજે 10 વાગ્યે વિધાનસભાની બેઠક મળશે.

આ ઉપરાંત છેલ્લા દિવસનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ થશે. તેમજ શિવાભાઈ ગોહિલ આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રસ્તાવ રજૂ કરશે. તેમજ પ્રસ્તાવ બાદ અતારાંકિત પ્રશ્નોના જવાબ ની યાદી મેજ પર મુકાશે. જેની સાથે જ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે.

OBC અનામતનું બિલ પાસ થયું

જ્યારે બીજી તરફ ગુજરાત સરકારની OBC સમાજને મોટી ભેટ આપી છે. જેમાં 27% OBC અનામત માટે ગૃહમાં બિલ પાસ થયું છે. જેની સાથે જ ગુજરાત સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયક પાસ થતાં OBC સમાજને 27% અનામત આપવા માટે બિલ લવાયું હતું જેમાં અત્યાર સુધી 10% અનામત મળતું હતું. જેનાથી OBC સમાજને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. 

  • Follow us on: