- કેટલાક લોકોનો રાજકીય વિવાદ ઉભો કરવાનો પ્રયાસઃ કેન્દ્ર સરકાર
- મુખ્ય ચૂંટણી કમિશનરે લોકસભાની ચૂંટણી એકલા હાથે કરવી અઘરી
- કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તની માન્યતાને પડકારી હતી
કેન્દ્રની મોદી સરકારે બુધવારે (20 માર્ચ, 2024) સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવાના કાયદામાં મુખ્ય ન્યાયાધીશ (CJI) ના સમાવેશ અંગે જવાબ આપ્યો. કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને કહ્યું કે કેટલાક લોકો રાજકીય વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર માટે લોકસભાની ચૂંટણી એકલા હાથ ધરવી શક્ય ન હતુ: સરકાર
એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે કહ્યું કે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુને ચૂંટણી કમિશનર તરીકે ઉતાવળમાં પસંદ કરવામાં આવ્યા નથી. મુખ્ય ચૂંટણી કમિશનર માટે લોકસભાની ચૂંટણી એકલા હાથ ધરવી શક્ય ન હતું.
કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં નિયુક્તની માન્યતાને પડકારી હતી
વાસ્તવમાં, કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિયુક્તિ, સેવાની શરતો અને હોલ્ડિંગ ઓફિસની અવધિ) એક્ટ, 2023ની માન્યતાને પડકારતી અરજી દાખલ કરી છે.
કેન્દ્ર સરકારે શું કહ્યું?
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અરજીમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સંપૂર્ણપણે ખોટા છે.
જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ નવા ચૂંટણી કમિશનર બન્યા
કેન્દ્ર સરકારે ગુરુવારે (14 માર્ચ) જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ IAS અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ હવે નવા ચૂંટણી કમિશનર બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની સમિતિએ ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની પસંદગી કરી હતી.
ત્રણ સભ્યોની પેનલમાં કોણ સામેલ?
આ પેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા અને નામાંકિત કેન્દ્રીય કેબિનેટ મંત્રીનો સમાવેશ થાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને વિપક્ષના સભ્ય તરીકે ત્રણ સભ્યોની પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા.