પંજાબના ચંદીગઢમાં એક ટીવી સિરિયલમાં કામ કરતી ચાઇલ્ડ આર્ટીસ્ટ સાથે એક ગંભીર ઘટના બની હતી. તે પોતાનો જન્મ દિવસ ઉજવવા માટે પરિવાર સાથે એક મોલમાં ગઇ હતી. જ્યાં તે માસી સાથે ફોટો પડાવી રહી હતી કે અચાનક જ એવુ થયુ કે હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. શું છે સમગ્ર તે વિશે જાણીએ વિગતવાર..
મોલમાં જન્મ દિવસની કરી રહી હતી ઉજવણી
વાત એમ હતી કે ચાઇલ્ડ આર્ટીસ્ટ માઈશા દીક્ષિત તેના જન્મદિવસની ઉજવણી માટે ઈલાન્ટે મોલમાં ગઈ હતી. તેણે વિચાર્યું હતું કે આ વખતે તે પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવશે પરંતુ મોલમાં તેની સાથે ગંભીર ઘટના બની. માઈશા તેના પરિવારના 8 સભ્યો સાથે મોલમાં ગઈ હતી. જ્યારે તેણી તેની માસી સાથે ફોટો ક્લિક કરવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી હતી. તે દરમિયાન જ પિલર પરથી એક મોટો ગ્રેનાઈટ સ્લેબ તૂટીને પડ્યો.
ને અચાનક જ પડ્યો સ્લેબ
મળતી માહિતી મુજબ ગ્રેનાઈટ માયશાની માસીના માથા પર પડ્યો. તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા. આ ઘટનામાં માઇશા પણ ગંભીર રીતે ઘાયલ થઇ છે. બંનેને ઘટનાસ્થળેથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ચાઈલ્ડ એક્ટ્રેસ માઈશા દીક્ષિતને હોસ્પિટલમાં લઈ ગયા બાદ ડોકટરોની તપાસમાં જાણવા મળ્યું કે તેના હિપનું હાડકું તૂટી ગયું છે અને તેની પાંસળીમાં ગંભીર ઈજા થઈ છે, જ્યારે તેના માસીને પણ માથામાં ગંભીર ઈજા થઈ છે. ડોકટરોએ માથામાં ટાંકા લીધી જેથી લોહી વહેતું બંધ થઈ ગયું હતું.
મોલમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ !
જો આ આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ હતી કે આટલા મોટા મૉલમાં પ્રાથમિક સારવારની કોઇ જ સુવિધા ન હતી. તેના માસીના માથા પરથી લોહી વહી રહ્યુ હતું, તે કપડાની દબાવી રાખીને ઝડપથી હોસ્પિટલ લઇ જવાયા હતા. માઈશા તેના પરિવારના 8 સભ્યો સાથે મોલમાં ડિનર માટે ગઈ હતી, પરંતુ ડિનર પહેલા માસી સાથે તે ગ્રાઉન્ડ ફ્લોર પર ગઇ હતી.
કોઇ ચાલી ન રહ્યું હતું કામ
માઈશાના પરિવારજનોએ જણાવ્યું કે મોલમાં કોઈપણ પ્રકારનું બાંધકામ ચાલી રહ્યું ન હતું અને ન તો ત્યાં કોઈ ચેતવણી આપવામાં આવી હતી. મહત્વનું છે કે માઇશા લોકપ્રિય ટીવી સિરિયલ માતા વૈષ્ણવદેવીમાં વૈષ્ણવીનું પાત્ર નિભાવી ચૂકી છે.