- ચંદ્રયાન-3 મિશને તેની સફળતાનું વધુ એક પગલું પૂર્ણ કર્યું
- તમામ ભ્રમણકક્ષા તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી લીધી
- જો બધું બરાબર રહ્યું તો 5 ઓગસ્ટમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે
દેશનું મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-3, 5 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. તેણે તેની તમામ ભ્રમણકક્ષા તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી લીધી છે.ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના ચંદ્રયાન-3 મિશને તેની સફળતાનું વધુ એક પગલું પૂર્ણ કર્યું છે. તેણે તેના નિર્ધારિત સમયમાં પૃથ્વીની ભ્રમણકક્ષાના તમામ રાઉન્ડ પૂર્ણ કર્યા છે અને હવે ISROએ તેને ચંદ્રના માર્ગ તરફ બહાર કાઢ્યું છે. જો બધું બરાબર રહ્યું તો 5 ઓગસ્ટ, 2023 સુધીમાં આ વાહન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોએ મોડી રાતે કરેલા એક ટ્વીટમાં જણાવ્યું હતું કે તેમણે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી તેને બહાર કાઢવા માટે નિયત સમયે એન્જિન ચાલુ કર્યું અને તેને પર્યાપ્ત પ્રવેગ આપીને તેને ચંદ્ર તરફ રવાના કર્યો.
ઈસરોએ પોતાના ટ્વીટમાં કહ્યું કે અમારું આગામી સ્ટોપ ચંદ્ર













