• 23 ઓગસ્ટે કરાશે ચંદ્રયાન-3નુ ચંદ્ર પર લેન્ડિંગ

  • 16 ઓગસ્ટે ચંદ્રયાન-3 પાંચમી ઓર્બિટમાં જશે
  • 17 ઓગસ્ટે પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થશે

ISROએ ચંદ્રયાન-3ને ચંદ્રન ચોથી ઓર્બિટમાં પ્રસ્થાપિત કરી દીધો છે. હવે ચંદ્રયાન-3 150 km x 177 km વાળા લગભગ ગોળાકાર ઓર્બિટમાં ચક્કર મારી રહ્યું છે. ISRO એ 14 ઓગસ્ટની સવારે લગભગ પોણા 12 વાગે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ઓન કર્યા હતા. એન્જિનને લગભગ 18 મિનિટ માટે ઓન કરવામાં આવ્યા હતા.

5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચ્યું હતું. જે બાદ તેની ભ્રમણકક્ષા બે વખત બદલવામાં આવી છે. આ દિવસે ચંદ્રયાને ચંદ્રની પ્રથમ તસ્વીરો લીધી હતી. તે સમયે ચંદ્રયાન 164 x 18074 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં 1900 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની આસપાસ ફરતું હતું. જે 6 ઓગસ્ટ 2023 ના રોજ ઘટાડીને 170 x 4313 કિમી ભ્રમણકક્ષા કરવામાં આવી હતી. એટલે કે તેને ચંદ્રની બીજી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.

ત્યારબાદ, 9 ઓગસ્ટના રોજ, ત્રીજી વખત ભ્રમણકક્ષા બદલવામાં આવી. પછી તે ચંદ્રની સપાટીથી 174 કિમી x 1437 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું. ISRO ચંદ્રયાન-3ના એન્જિનને ચંદ્રની ભ્રમણકક્ષામાં રેટ્રોફિટ કરાવી રહ્યું છે. એટલે ઝડપ ધીમી કરવા માટે સેટેલાઈટને વિરુદ્ધ દિશામાં ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ, 16 ઓગસ્ટના રોજ સવારે 8:38 થી 8:39 વચ્ચે પાંચમી ઓર્બિટ બદલશે. એટલે કે તેના એન્જિન માત્ર એક મિનિટ માટે ચાલુ કરવામાં આવશે.


17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. તે જ દિવસે, બંને મોડ્યુલ ચંદ્રની આસપાસ 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં હશે. 18 ઓગસ્ટના રોજ સાંજે 4.45 થી 4.00 વાગ્યાની વચ્ચે વિક્રમ લેન્ડર મોડ્યુલનું ડીઓર્બીટીંગ થશે. એટલે કે તેની ભ્રમણકક્ષાની ઊંચાઈ ઓછી કરવામાં આવશે.

20 ઓગસ્ટે સવારે 2.45 કલાકે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલની ડીઓર્બિટિંગ કરવામાં આવશે. 23 ઓગસ્ટે લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. જો બધું બરાબર રહેશે, તો લેન્ડર લગભગ સાડા છ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે.

બેંગલુરુમાં ISROના સેન્ટર ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC)ના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) પરથી ચંદ્રયાન-3ના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચંદ્રયાન-3ના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.


  • Follow us on: