દર વર્ષે શરૂ થતી ચારધામ યાત્રાને લઇને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયુ છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન આધાર આધારિત નોંધણીનો આંકડો 10 લાખને વટાવી ગયો છે. જેમાં સૌથી વધુ 3.29 લાખ યાત્રાળુઓએ કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી છે. યાત્રા શરૂ થયા પછી, 40 ટકા નોંધણીઓ ઑફલાઇન કરવામાં આવશે.


ચારધામને લઇને જબરદસ્ત ઉત્સાહ 

પ્રવાસન વિભાગે 30 એપ્રિલથી 20 માર્ચથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી હતી. 10 દિવસમાં 10 લાખથી વધુ યાત્રાળુઓએ અલગ અલગ તારીખે યાત્રા માટે નોંધણી કરાવી છે. બાબા કેદારનાથના દરવાજા 2 મેના રોજ ખુલી રહ્યા છે. જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે. યાત્રા 30 એપ્રિલે અક્ષય તૃતીયાના અવસર પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલવાની સાથે શરૂ થશે.

અત્યાર સુધી ક્યાં કેટલુ રજિસ્ટ્રેશન ?

  • કેદારનાથ ધામ માટે 3.29 લાખથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે.
  • બદ્રીનાથ ધામ માટે 3.02 લાખ ભક્તોએ નોંધણી કરાવી છે.
  •  ગંગોત્રી માટે 1.85 લાખ ભક્તોએ નોંધણી કરાવી છે.
  •  યમુનોત્રી ધામ માટે 1.79 લાખથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે.

ઓફલાઇન નોંધણી ક્યારથી ?

મહત્વનું છે કે આ વખતે ભક્તોની સુવિધા માટે, 60 ટકા નોંધણી ઓનલાઈન કરવામાં આવી રહી છે. જ્યારે મુસાફરી શરૂ થયા પછી 40 ટકા નોંધણી ઓફલાઇન કરવામાં આવશે. આ માટે, હરિદ્વાર અને ઋષિકેશની સાથે મુસાફરી રૂટ પર નોંધણી કેન્દ્રો ખોલવામાં આવશે.

  • Follow us on: