હિંદુ ધર્મમાં કારતક માસની છઠનું મહાપર્વ દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ 4 દિવસનો ઉત્સવ હોય છે. જે કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ સ્નાન અને ભોજનથી શરૂ થાય છે. સપ્તમી તિથિએ ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને સમાપ્ત થાય છે. છઠ પૂજાનો આ તહેવાર ભગવાન સૂર્ય અને છઠ્ઠી મૈયાને સમર્પિત છે.
નિર્ઝળા વ્રત હોય છે
મહત્વનું છે કે બાળકોનું કલ્યાણ, કૌટુંબિક સુખ અને સમૃદ્ધિની કામના માટે, મહિલાઓ છઠ પર લગભગ 36 કલાકનું નિર્ઝળા વ્રત રાખે છે. આ વ્રત કરવુ કઠિન હોય છે. કારણ કે પાણી વિના લાંબા સમય સુધી પાણી પીવાનું હોતુ નથી. આ તહેવારના ચારેય દિવસે પ્રસાદ તરીકે કંઈક વિશેષ બનાવવામાં આવે છે. આમાં ખીર, પુઆ અને થેકુઆ સૌથી વિશેષ પ્રસાદ છે.
ચૂલા પર બનાવાય છે પ્રસાદ
છઠ પર્વનો સૌથી મહત્વનો નિયમ એ છે કે આ તહેવાર પર બનતો પ્રસાદ હાથથી બનાવેલા નવા માટીના ચૂલા પર જ બનાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે છઠનો પ્રસાદ ફક્ત ચૂલા પર જ તૈયાર કરવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે પહેલા ક્યારેય જે ચૂલા પર રાંધ્યુ ન હોય તેવા ચૂલાનો જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ છઠ પૂજા પ્રસાદ કેમ માટીના બનેલા ચૂલા પર જ બને છે. તેની પાછળ શું છે માન્યતા અને પરંપરા. આવો જાણીએ.
છઠ પૂજા દરમિયાન માટીના ચૂલા પર પ્રસાદ બનાવવાની પરંપરા પાછળના કારણો
- નવા ચૂલા પર પ્રસાદ બનાવવો એ છઠ પૂજાની પરંપરાગત વિધિ છે. આ પરંપરા પેઢી દર પેઢી ચાલી આવે છે અને તે આપણા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે.
- નવો માટીનો ચૂલો શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવા ચૂલા પર તૈયાર કરવામાં આવેલ પ્રસાદ છઠ્ઠી મૈયાને વધુ પ્રિય છે.
- છઠ પૂજાના પ્રસાદ માટે નવા ચૂલાનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે છઠ પૂજાનો પ્રસાદ ખૂબ જ પવિત્ર અને શુદ્ધ રીતે બનાવવામાં આવે છે. લસણ, ડુંગળી અથવા માંસાહારી ખોરાક જૂના વપરાયેલા સ્ટવ પર રાંધવામાં આવે છે, તેથી છઠ પૂજાનો પ્રસાદ હંમેશા નવા સ્ટવ પર બનાવવામાં આવે છે.
- માટીના ચૂલાનો ઉપયોગ પ્રકૃતિ સાથેનું આપણું જોડાણ દર્શાવે છે. તે આપણને આપણા પૂર્વજોના સરળ જીવન અને પ્રકૃતિ સાથેના તેમના જોડાણની યાદ અપાવે છે.
- માટીના ચૂલા પર બનતો ખોરાક વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. એવું માનવામાં આવે છે કે માટીના ચૂલા પર પકાવેલું ભોજન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.