છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગંગાલુર પીએસ લિમિટ નજીક બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આ એન્કાઉન્ટર દરમિયાન, સુરક્ષા દળોએ 22 નક્સલીઓને ઠાર માર્યા છે. બીજાપુર પોલીસે આ માહિતી આપી છે.


ગુરુવારે ગંગાલુર પીએસ સીમા નજીક બીજાપુર-દંતેવાડા સરહદ પરના જંગલ વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળો નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમને ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બંને તરફથી ફાયરિંગ 

મહત્વનું છે કે નક્સલીઓને પાઠ ભણાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. ઓપરેશનને કારણે સવારે 7 વાગ્યાથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સતત ગોળીબાર ચાલી રહ્યો છે

 દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર પોલીસ અને નક્સલીઓ વચ્ચે આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બંને બાજુથી ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં એન્કાઉન્ટરમાં 22 નક્સલીઓ માર્યા ગયા છે.


એક સૈનિક પણ શહીદ

મળતી માહિતી મુજબ આ ઓપરેશનમાં બીજાપુર ડીઆરજીનો એક સૈનિક પણ શહીદ થયા હોવાનું સામે આવ્યુ છે. એન્કાઉન્ટર સ્થળ પરથી AK 47, SLR જેવી મોટી ઓટોમેટિક રાઈફલ્સ મળી આવી છે. નસૈનિકોએ 40 થી 45 નક્સલીઓને ઘેરી લીધા હતા. નક્સલવાદીઓની પશ્ચિમ બસ્તર ડિવિઝનલ કમિટી સક્રિય હતી. જોકે આ વિસ્તારને નક્સલવાદીઓની યુનિવર્સિટી કહેવામાં આવે છે.

રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ શું કહ્યું?

બીજાપુરમાં નક્સલીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું કે, દાંતેવાડાના બીજાપુરના ગંગલુરમાં સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ગંગાલુરમાંથી 22 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં એક સૈનિક શહીદ થયો છે. છત્તીસગઢની આખી સરકાર શહીદ સૈનિકના પરિવાર સાથે ઉભી છે. સૈનિકોની તાકાતને કારણે, એક મોટું ઓપરેશન સફળ થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, બીજાપુર નક્સલવાદનો એક મોટો વિસ્તાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નક્સલીઓના મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ નથી.


  • Follow us on: