છત્તીસગઢના રાજનાંદગામ જિલ્લામાં વીજળી પડવાથી 8 લોકોના મોત થયા હોવાના સમાચારે સમગ્ર પંથકમાં ખળબળાટ મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાજનાંદગામ જિલ્લામાં વીજળી પડવાથી 8 લોકોના મોત થયા છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. મૃતકોમાં કેટલાક શાળાના બાળકો હોવાની પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
પોલીસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, આજે બપોરે લગભગ 1.30 વાગ્યે જિલ્લાના સોમની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોરાતરાય ગામમાં વીજળી પડવાથી કેટલાક શાળાના બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.













