છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. મૂંગેલી જિલ્લામાં આવેલા કુસુમ પ્લાન્ટમાં ચીમની ધરાશાયી થવાથી 30 લોકો દટાયા હતા. જેમાંથી 8 થી 9 લોકોના મોત થયાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
પ્લાન્ટમાં રહેલો સ્ટોરેજ ટેન્ક પડતાં અકસ્માત સર્જાયો













