છત્તીસગઢના સુકમામાં છેલ્લા કેટલાયે મહિનાઓથી નક્સલીઓ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આ જ કારણ છે કે કેટલાયે જિલ્લામાંથી નક્સલવાદ સંપૂર્ણ પણે નાશ થઇ ગયો છે. તો બીજી બાજુ આ કાર્યવાહીથી ગભરાયેલા નક્સલીઓએ આજે એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. તેમણે સુકમામાં બ્લાસ્ટ કરી દીધો છે. આ દૂર્ઘટનામાં ASP આકાશ રાવ ગિરીપૂંજે શહીદ થયા છે અને કેટલાક પોલીસકર્મીઓને ગંભીર ઇજા થઇ છે.


 છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓના IED બ્લાસ્ટથી એક સીનિયર પોલીસ અધિકારી શહીદ

સોમવારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલી IED બ્લાસ્ટથી એક સીનિયર પોલીસ અધિકારી અને અન્ય પોલીસ કર્મીઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના ડોડરા ગાંમની આસપાસ થઇ હતી. જ્યારે પોલીસની ટીમ નક્સલગ્રસ્ત વિસ્તારમાં નીકળી હતી એ દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી.

સારવાર દરમિયાન આકાશ રાવ ગિરીપૂંજે શહીદ થયા

સારવાર દરમિયાન આકાશ રાવ ગિરીપૂંજે શહીદ થયા છે. 10 જૂને ભારત બંધના એલાનને પગલે કોઇ પણ નક્સલી ઘટનાઓ ન બને તે માટે દરેક બાજુ નાનામાં નાની જગ્યાઓ પર ચેકીંગ થઇ રહ્યુ છ. આ જ રીતે આજે સવારે આ ટીમ પગપાળા ચાલીને ચેકીંગ કરવા નીકળ્યા હતા તમામ ઘાયલ લોકોને કોન્ટાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આકાશ રાવ ગિરીપૂંજે શહીદ થયા છે એક જવાનની હાલત હાલ સ્થિર હોવાનુ કહેવામાં આવ્યુ છે.

આ ખુબ જ દુ:ખદ ક્ષણ-ડેપ્યુટી સીએમ શામરા

છત્તીસગઢના ડેપ્યુટી સીએમ શામરાએ આઘટનાને લઇને જણાવ્યુ હતુ કે એસએસપી સુકમા, આકાશ રાવ ગિરીપૂંજેએ કોન્ટા એર્રાબોરા રોડ પર ડોડોની પાસે IED બ્લાસ્ટના કારણે ઘાયલ થયા હતા તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. તે એક બહાદુર જવાન હતા તેમને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમનુ બલિદાન એળે નહી જાય, તલાશી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યુ છે

  • Follow us on: