• બાળકને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
  • ફાયર સર્વિસ, NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર
  • બોરવેલ કેશવપુર મંડીમાં સ્થિત દિલ્હી જલ બોર્ડ પ્લાન્ટની અંદર આવેલો છે

દિલ્હીના કેશવપુર મંડી વિસ્તારમાં એક અકસ્માત થયો છે. અહીં રવિવારે એક બાળક 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું હતું. બાળકને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલ્હી ફાયર સર્વિસ, NDRF અને દિલ્હી પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે. બચાવ કાર્ય ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોરવેલ કેશવપુર મંડીમાં સ્થિત દિલ્હી જલ બોર્ડ પ્લાન્ટની અંદર આવેલો છે. એનડીઆરએફની ટીમ ઈન્સ્પેક્ટર વીર પ્રતાપ સિંહ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બાળકને બોરવેલમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં દોરડું નાખવામાં આવ્યું હતું પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી બાળકને બહાર કાઢી શકાયું ન હતું.

બાળક પડી જવા અંગે રાત્રિ દરમિયાન કોલ આવ્યો હતો

વિકાસપુરી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, "કેશવપુર જલ બોર્ડ પ્લાન્ટની અંદરના બોરવેલમાં એક બાળક પડી જવા અંગે રાત્રિ દરમિયાન વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ આવ્યો હતો. સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. NDRF ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. બાળકને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે બાળક પડી ગયુ છે તેની ઓળખ કે અન્ય માહિતી હાલ ઉપલબ્ધ નથી."

નવો બોરવેલ ખોદીને બાળકને બચાવવામાં આવશે

NDRFની ટીમ બોરવેલની સમાંતર બીજો બોરવેલ ખોદવાની તૈયારી કરી રહી છે. બોરવેલની ઊંડાઈ 40 ફૂટ છે અને બાળક માટે તેની અંદરથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ છે. NDRFની ટીમને નવો બોરવેલ ખોદવામાં ઘણો સમય લાગી શકે છે.

બાળકને દોરડા વડે બહાર કાઢવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો

બોરવેલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક બાળક કથિત રીતે પડી ગયું છે. સ્થાનિક લોકો NDRF ટીમને બોરવેલમાં મદદ કરી રહ્યા છે, જેમાં બાળકને બહાર કાઢવા માટે દોરડું પણ નાખવામાં આવ્યું હતું. જોકે, બાળકને દોરડાથી કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. આથી રેસ્ક્યુ ટીમ બીજો બોરવેલ ખોદીને બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરશે.

  • Follow us on: