પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025માં યુપી કેબિનેટ પહોંચી છે. સીએમ યોગી આદિત્યનાથ સહિત 54 મંત્રીઓએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. મહત્વનું છે કે મહાકુંભમાં રોજે કરોડો ભક્તો પહોંચે છે. પવિત્ર સ્નાન કરે છે. ત્યારે સીએમ યોગીએ પણ મહાકુંભના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. મહત્વનું છે કે સંગમ તટે આસ્થાનું ઘોડાપૂર ઉમટી પડે છે. અહીં રાજકીય દિગ્ગજો તથા વિશ્વ ભરમાંથી લોકો મહાકુંભમાં આવે છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે.
બેઠકમાં શું કરવામાં આવી ચર્ચા ?
મહત્વનું છે કે આ પહેલા યુપી કેબિનેટની બેઠક મળી હતી. જેમાં 54 મંત્રીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણા પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સમગ્ર મંત્રી પરિષદ વતી, હું મહાકુંભમાં આવેલા તમામ સંતો અને ભક્તોનું સ્વાગત કરું છું. પહેલી વાર, સમગ્ર મંત્રી પરિષદ મહાકુંભમાં હાજર છે. રાજ્યના વિકાસને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. . ઉત્તર પ્રદેશની એરોસ્પેસ અને સંરક્ષણ સંબંધિત નીતિને નવી રીતે લાગુ કરવા અંગે ચર્ચા થઈ છે.
શું કરવામાં આવી ચર્ચા ?
સીએમ યોગીએ કહ્યું રાજ્યમાં થયેલા રોકાણો માટે પત્રો જાહેર કરવામાં આવી રહ્યા છે અને યુપીમાં કેટલાક નવા રોકાણ પ્રસ્તાવો આવ્યા છે. મિર્ઝાપુરમાં 10 હજાર કરોડનું રોકાણ છે. સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યુવાનો સાથે વાતચીત થઈ છે. નવી મેડિકલ કોલેજોના નિર્માણ અંગે પણ વાતચીત થઈ છે. રાજ્યમાં ફરિયાદ નિર્દેશાલય માટે પણ સંમતિ આપવામાં આવી છે.
પ્રયાગરાજમાં કરાશે વિકાસ
તેમણે વધુમાં કહ્યું કે પ્રયાગરાજ, આગ્રા અને વારાણસીમાં ત્રણ મહત્વપૂર્ણ મ્યુનિસિપલ કોર્પોરેશનો છે, તેમના બોન્ડ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી લખનૌ અને ગાઝિયાબાદમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેના સારા પરિણામો આવ્યા હતા. પ્રયાગરાજ વૈશ્વિક મંચ પર પ્રભુત્વ ધરાવતું જોવા મળે છે. પ્રયાગરાજમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે બોન્ડ જાહેર કરવામાં આવશે. પ્રયાગરાજના મહાકુંભને ધ્યાનમાં રાખીને આ સમગ્ર વિસ્તારને ટકાઉ વિકાસ સાથે જોડવાની યોજના છે.