યુપીના પ્રયાગરાજમાં હાલ વિશ્વનો સૌથી મોટા મેળો મહાકુંભ ચાલી રહ્યો છે. અહીં કરોડોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ઇન્દૌરની છોકરીએ સૌનું ધ્યાન ખેંચ્યુ છે. અને આ છે વાયરલ ગર્લ ઓફ મહાકુંભ મોનાલીસા. જી., હા તેની આકર્ષક આંખોને કારણે લોકપ્રિય બની છે. મધ્યપ્રદેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરથી પોતાના પરિવાર સાથે મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા આવી છે. અહેવાલો તો એવા પણ મળ્યા છે કે મોનાલીસાએ ભીડથી પરેશાન થઇને મહાકુંભ છોડી દીધો છે. ત્યાર બાદ તેણે મેક ઓવર કર્યુ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.


મોનાલિસાનું મેકઓવર

યુપીના એક બ્યુટિપાર્લરમાં મોનાલીસાએ મેક ઓવર કર્યુ હોવાનો એક વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રોફેશનલ તેની હેર સ્ટાઇલ અને મેકઅપ કરતા જોવા મળી રહ્યા છે. મોનાલિસાના બધા વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી રહ્યા છે. હવે લોકો મોનાલિસાના મેકઓવર પર મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેના મેકઓવરના વખાણ કરી રહ્યા છે તો કેટલાક કોમેન્ટ બોક્સમાં તેને ટ્રોલ કરી રહ્યા છે.

આ વીડિયોમાં પ્રોફેશનલ્સ તેના હેર કર્લ કરી રહી છે. તેને થોડો મેકઅપ પણ કરવામાં આવી રહ્યો છે. રેડ કલરના કપડા સાથે તેણે ડાર્ક લિપસ્ટિક કરેલી જોવા મળે છે. અને આ જેના કારણે આ ગર્લ વાયરલ થઇ છે તે સુંદર આંખો પર લાઇનર કરીને લૂક કમ્પ્લિટ કરવામાં આવ્યો છે. તેનો મેકઓવર થતો જોઇને મોનાલીસા ઘણી ખુશ દેખાઇ રહી છે.

લાખો વ્યૂઝ અને કમેન્ટ

આ વીડિયોને @moni.bhosle.08 દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. જેને એક દિવસમાં 92 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે 2 લાખ 30 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને લાઈક પણ કરી છે. પોસ્ટ પર હજારથી વધુ ટિપ્પણીઓ મળી છે. આ દિવસોમાં મોનાલિસાનો એક જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

જૂનો વીડિયો પણ આવ્યો સામે 

મોનાલિસાના મહાકુંભના એક એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. તેના લુક અને આંખોની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. એક વ્લોગર અથવા ફિલ્મ નિર્માતાએ વાયરલ છોકરીનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. જે કદાચ તેના બાળપણનું હશે. જેમાં તે ખૂબ જ માસૂમ લાગી રહી છે. જેમા મોનાલીસા મિત્રો સાથે જોવા મળી છે. 


બોલિવૂડ ફિલ્મમાં ચમકશે મોનાલિસા ?

સુંદર આંખોવાળી મોનાલિસાએ તેની સુંદરતા અને સ્માઇલને કારણે ફેમસ બની છે. સૌ કોઇ તેની સાથે ફોટો ક્લિક કરાવવા માગે છે. ત્યારે બોલિવૂડના એક ફિલ્મ કારની નજર પર આ વાયરલ ગર્લ પર પડી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ મેકર સનોજ મિશ્રા મોનાલિસાને પોતાની ફિલ્મમાં લેવા માગે છે. સનોજ મિશ્રાનું કહેવુ છે કે મોનાલિસાનો લુક અને તેનો માસૂમ અંદાજ ઘણો પસંદ આવ્યો છે. તેઓ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડાયરી ઑફ મણિપુરમાં એક રોલ આપવા માગે છે. તેમ એક ખાનગી મીડિયા રિપોર્ટ દ્વારા માહિતી મળી છે.

મોનાલિસાને શીખવાડશે એક્ટિંગ ?

અહેવાલ મુજબ, ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા તેમના નવા પ્રોજેક્ટ માટે મોનાલિસાને પસંદ કરી શકે છે. આ વાયરલ ગર્લને ને ડાયરી ઓફ મણિપુરમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી શકે છે. મોનાલિસાને અભિનય તો આવડતો નથી પણ છતાં તેઓ મોનાલિસાને અભિનેત્રી બનવા માટે સંપૂર્ણ તાલીમ આપશે. તેમ મીડિયા રિપોર્ટ દ્વારા જાણકારી મળી છે.

એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ ફિલ્મ નિર્માતા સનોજે કહ્યું કે તેઓ પોતાની ફિલ્મમાં મોનાલિસાને ખેડૂતની દીકરીનો રોલ આપવા માંગે છે. તે ટૂંક સમયમાં પ્રયાગરાજ જશે અને મોનાલિસાને મળશે. .

કોણ છે સનોજ મિશ્રા ?

તેણે એમ પણ કહ્યું કે સૌ પ્રથમ તે મોનાલિસાને ડ્રામા સ્કૂલમાં પ્રવેશ અપાવશે. તેને અભિનયની યુક્તિઓ શીખવવામાં આવશે અને આ માટે તેણે પોતે સખત મહેનત કરવી પડશે. તમને જણાવી દઈએ કે, સનોજ મિશ્રા આ દિવસોમાં ફિલ્મ 'ડાયરી ઓફ મણિપુર'ની તૈયારીમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ મણિપુરના સળગતા મુદ્દા પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવના મોટા ભાઈ અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. સનોજ મિશ્રા એક એવા દિગ્દર્શક છે જે સમાજના સળગતા મુદ્દાઓ પર ફિલ્મો બનાવે છે.

મોનાલિસા ભીડથી પરેશાન

મોનાલિસા સોશિયલ મીડિયા પર એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે ભારત અને વિદેશના લોકો તેને મળવા માટે મહાકુંભમાં તેને ઘેરી વળે છે. આ કારણે તે એટલી પરેશાન થઇ ગઇ છે કે તે પોતાના મોઢુ ઢાંકીને ફરે છે. તો ગઇકાલે એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે મોનાલીસાના પિતાએ તેને ઘરે મોકલી દીધી છે. જો કે હાલમાં તો એવી માહિતી મળી રહી છે કે લોકો તેને ઘેરી વળે છે. ફોટા અને વીડિયો લે છે તેનાથી તે એટલી કંટાળી ગઇ છે કે તે પોતાનું માળા વેચવાનું કામ કરી શકતી નથી.

ક્યાં રહે છે મોનાલિસા ?

એક મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યુ છે કે 16 વર્ષની વાયરલ ગર્લ મોનાલિસા મહેશ્વરની રહેવાસી છે. મોનાલિસાનો આખો પરિવાર ઘણા વર્ષોથી અહીં રહે છે. મોનાલિસાના દાદાએ જ જણાવ્યું કે મોનાલિસા મહેશ્વરની રહેવાસી છે. તે કુંભમેળામાં માળા વેચવા ગઇ છે. પરંતુ બધા લોકો કેમેરા લઇને તેનો પીછો કરે છે તેનાથી તે પરેશાન છે. મોનાલિસાને ટીવી પર જોઇને તેના પાડોશીઓ જણાવે છે કે મહેશ્વર નાની જગ્યા છે જ્યારે ઇન્દોરને તો સૌ કોઇ જાણે છે. આથી મોનાલિસા નજીકના શહેરનું નામ જણાવી રહી છે.


ઉલ્લેખનીય છે કે મોનાલિસા સહિત તેનો આખો પરિવાર માળા વેચવાનું કામ કરે છે. નદીઓમાંથી નીકળેલા મોતીની માળા બનાવે છે. તેઓ અસલી રુદ્રાક્ષની પણ માળા વેચે છે જે નેપાળથી લાવવામાં આવે છે. મોનાલિસા સહિત આખો પરિવાર મોટા મોટા મેળામાં જઇને માળા વેચે છે અને મહિનાઓ સુધી ત્યાં જ રહે છે.

ભીડથી કંટાળી ગઇ મોનાલિસા ?

મળતી માહિતી મુજબ તેના પિતાએ તેને ઘરે પાછી મોકલી દીધી છે. મોનાલિસાની બહેન વિદ્યા કહ્યુ હતુ કે 'મોનાલિસાને ઘરે મોકલી દેવામાં આવી છે કારણ કે તે ભીડથી કંટાળી ગઈ હતી. માળા વેચતી વખતે, લોકો તેના ફોટા અને વીડિયો લેવા માટે તેની પાછળ દોડતા. આ કારણે તે પોતાનું કામ કરી શકતી ન હતી.


મોનાલિસા કોણ છે?

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આધ્યાત્મિકતા અને ભક્તિ વચ્ચે માળા વેચનાર વાયરલ ગર્લ પોતાના અણધાર્યા આકર્ષણથી લોકોને આકર્ષિત કરી રહી છે. મહેશ્વરની આ છોકરી જેને લોકો પ્રેમથી 'મોનાલિસા' કહી રહ્યા છે. તેનું સાચું નામ મોનાલિસા છે, ઘરે તેને મોની કહેવામાં આવે છે. મોનાલિસાએ પોતાની સુંદરતા અને ખાસ શૈલીના કારણે 2025 મહાકુંભથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાની અચાનક લોકપ્રિયતાને કારણે તેના ઘણા વીડિયો બનાવવામાં આવ્યા. તેની સુંદરતા ચર્ચાનો વિષય બની ગઈ છે. મોનાલિસા માટે સતત વીડિયો શૂટ કરવો તથા ફોટોગ્રાફ લેવા તેના માટે મુશ્કેલી ભર્યુ બની ગયુ છે પરિણામે તે મહાકુંભ મેળો અધવચ્ચેથી જ છોડી દીધા હોવાના અહેવાલ છે.

(disclaimer: અહીં દર્શાવેલા વીડિયો વાયરલ છે. તે AI જનરેટેડ પણ હોઇ શકે છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. )


  • Follow us on: