પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના મેળામાં એક સુંદર આંખો વાળી છોકરીના વીડિયો ભારે વાયરલ થયા છે. આ છોકરી તેની આંખોને કારણે ટોક ઓફ ધ ટાઉન બની છે. સોશિયલ મીડિયા ખોલો એટલે તેના જ વીડિયો જોવા મળે. તેનું નામ છે મોનાલિસા. પરંતુ એવા એક સમાચાર સામે આવ્યા છે કે તેણે મહાકુંભને છોડી દીધુ છે. ફોટોગ્રાફર્સ અને વીડ઼િયોથી તે હેરાન થઇ ગઇ છે. ત્યારે આવો જાણીએ કોણ છે મોનાલિસા અને ક્યાં રહે છે.


મહાકુંભ પ્રયાગરાજમાં પોતાની સુંદર આંખોથી વાયરલ થયેલી છોકરી મોનાલિસા મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી હોવાનું એક મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે.  જો કે તે ઘણા વીડિયોમાં ઇન્દોરની હોવાનું જણાવી રહી છે. 

ક્યાં રહે છે મોનાલિસા ? 

એક મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યુ છે કે  16 વર્ષની વાયરલ ગર્લ મોનાલિસા મહેશ્વરની રહેવાસી છે. મોનાલિસાનો આખો પરિવાર ઘણા વર્ષોથી અહીં રહે છે. મોનાલિસાના દાદાએ જ જણાવ્યું કે મોનાલિસા મહેશ્વરની રહેવાસી છે. તે કુંભમેળામાં માળા વેચવા ગઇ છે. પરંતુ બધા લોકો કેમેરા લઇને તેનો પીછો કરે છે તેનાથી તે પરેશાન છે. મોનાલિસાને ટીવી પર જોઇને તેના પાડોશીઓ જણાવે છે કે મહેશ્વર નાની જગ્યા છે જ્યારે ઇન્દોરને તો સૌ કોઇ જાણે છે. આથી મોનાલિસા નજીકના શહેરનું નામ જણાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મોનાલિસા સહિત તેનો આખો પરિવાર માળા વેચવાનું કામ કરે છે. નદીઓમાંથી નીકળેલા મોતીની માળા બનાવે છે. તેઓ અસલી રુદ્રાક્ષની પણ માળા વેચે છે જે નેપાળથી લાવવામાં આવે છે. મોનાલિસા સહિત આખો પરિવાર મોટા મોટા મેળામાં જઇને માળા વેચે છે અને મહિનાઓ સુધી ત્યાં જ રહે છે.

ભીડથી કંટાળી ગઇ મોનાલિસા ? 

મળતી માહિતી મુજબ તેના પિતાએ  તેને ઘરે પાછી મોકલી દીધી છે. મોનાલિસાની બહેન વિદ્યાએ કહ્યુ હતુ કે 'મોનાલિસાને ઘરે મોકલી દેવામાં આવી છે કારણ કે તે ભીડથી કંટાળી ગઈ હતી. માળા વેચતી વખતે, લોકો તેના ફોટા અને વીડિયો લેવા માટે તેની પાછળ દોડતા. આ કારણે તે પોતાનું કામ કરી શકતી ન હતી.

મોનાલિસા કોણ છે?

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં આધ્યાત્મિકતા અને ભક્તિ વચ્ચે માળા વેચનાર વાયરલ ગર્લ પોતાના અણધાર્યા આકર્ષણથી લોકોને આકર્ષિત કરી રહી છે. મહેશ્વરની આ છોકરી જેને લોકો પ્રેમથી 'મોનાલિસા' કહી રહ્યા છે. તેનું સાચું નામ મોનાલિસા છે, ઘરે તેને મોની કહેવામાં આવે છે. મોનાલિસાએ પોતાની સુંદરતા અને ખાસ શૈલીના કારણે 2025 મહાકુંભથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાની અચાનક લોકપ્રિયતાને કારણે તેના ઘણા વીડિયો બનાવવામાં આવ્યા. તેની સુંદરતા ચર્ચાનો વિષય બની ગઈ છે. મોનાલિસા માટે સતત વીડિયો શૂટ કરવો તથા ફોટોગ્રાફ લેવા તેના માટે મુશ્કેલી ભર્યુ બની ગયુ છે પરિણામે તે મહાકુંભ મેળો અધવચ્ચેથી જ છોડી દીધા હોવાના અહેવાલ છે.


  • Follow us on: