પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. અહીં એક એકથી સિદ્ધ અને આકરી તપસ્યા કરતા સંન્યાસી તથા સંતો મહંતો જોવા મળી રહ્યા છે. આ વખતે તો યુવાનો પણ મહાકુંભમાં વધારે જોવા મળી રહ્યા છે. ક્યારેક આઇઆઇટી વાળા બાબા, તો ક્યારેક બુલેટ વાળા બાબા. રબડી વાળા બાબા અને બીજા રુદ્રાક્ષ વાળા બાબા અને બીજા ઘણા બધા. તેવામાં આઇઆઇટી બાબાની વાત કરીએ તો તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. પરંતુ હવે એવા સમાચાર છે કે તેમને જૂના અખાડામાંથી કાઢી મૂક્યા છે આવો જાણીએ કેમ.


સંત સોમેશ્વર પુરીનું કર્યુ અપમાન !

સંન્યાસી પરંપરામાં ગુરુ એ માતાપિતા અને ભગવાન સમાન છે. પરંતુ IIT બાબા અભયે માત્ર આ પરંપરા તોડી અને ગુરુ સાથે દગો પણ કર્યો હોવાના આરોપ સર બાબા અભયને જુના અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. એવું નથી કે બાબા અભયને સુધારવાની તક આપવામાં આવી ન હતી. તેમને એક છાવણીમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને બીજા છાવણીમાં મોકલી દેવાયા હતા પરંતુ તેમણે તેમના ગુરુ અને જુના અખાડાના સંત સોમેશ્વર પુરીનું અપમાન કરવાનું ચાલુ રાખ્યુ હોવાનો આરોપ છે.

જૂના અખાડામાંથી હાંકી કઢાયા 

જુના અખાડાના મુખ્ય આશ્રયદાતા હરિ ગિરિએ આને અખાડાની પરંપરાનું ઉલ્લંઘન કર્યુ અને તેમને બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો. બાબા અભય હવે જુના અખાડાના કોઈપણ કેમ્પમાં રહી શકશે નહીં અને જુના અખાડાના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. તેમના કારણે જુના અખાડામાં ભીડ વધી રહી હતી પરંતુ ગુરુનું અપમાન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાબા અભયે દારૂના નશામાં સનાતનના નામે બકવાસ બોલી રહ્યા હોવાના આરોપ લાગ્યા છે. આ ઉપરાંત તેમના માતાપિતા વિશે પણ એવી વાતો કહી રહ્યા હતા જે અયોગ્ય હતી.

IIT બાબાને સમજાવવા છતાં ન માન્યા ? 

IIT બાબા અભયે તેમના ગુરુ સોમેશ્વર પુરી પર પણ આરોપ લગાવ્યો છે કે તેઓ તેમની લોકપ્રિયતાથી નારાજ હોવાથી તેમને અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમને હટાવ્યા પછી પણ તેઓ હજુ પણ કાવતરું કરી રહ્યા છે. અખાડાના અન્ય સંન્યાસીઓ કહી રહ્યા છે કે અખાડાના ઘણા સંતો અને સંન્યાસીઓ અભયને નકારાત્મક નિવેદનો ન આપવા, વધુ પડતું માદક દ્રવ્ય ન ખાવા અને પોતાના ગુરુ પ્રત્યે સમર્પિત રહેવા સમજાવ્યા હતા પરંતુ તેમણે સાંભળ્યું નહીં.

જુના અખાડામાંથી IIT બાબાને હાંકી કઢાયા ? 

જુના અખાડાના સંતે કહ્યું કે સાધુઓ તેમના સાથીઓ પ્રત્યે પણ નમ્રતાની ભાવના ધરાવે છે અને ગુરુ આપણા માટે ભગવાન સમાન છે. અભયે આ પરંપરા તોડી છે, તેથી હરિ ગિરિજી મહારાજે તેમને જુના અખાડામાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો છે.


  • Follow us on: