• દિલ્હી હાઇકોર્ટનો કોંગ્રેસ પાર્ટીને ફટકો
  • ટેક્સના પુર્ન મૂલ્યાંકન મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર
  • હાઇકોર્ટે પુર્ન મૂલ્યાંકન કાર્યવાહી શરૂ કરવા વિરુદ્ધની અરજી ફગાવી

કોંગ્રેસ પાર્ટીને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ચાર વર્ષના સમયગાળા માટે કોંગ્રેસ સામે ટેક્સ રિએસેસમેન્ટની કાર્યવાહીની કર સત્તાવાળાઓની શરૂઆતને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. આ સાથે જ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના બેંક ખાતાઓ પણ ફ્રીઝ રહેશે.

શું કહ્યું કોર્ટે ?

ન્યાયાધીશ યશવંત વર્મા અને પુરૂષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે કહ્યું કે અમે બીજા એક વર્ષ માટે ટેક્સના પુન: આકારણીમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે અને તે નિર્ણય સામેની અરજીઓ ફરીથી ફગાવી દેવામાં આવે છે. વર્તમાન કેસ આકારણી વર્ષ 2017 થી 2021 સુધીનો છે.

કોંગ્રેસે દાખલ કરી હતી અરજી

કોંગ્રેસે 2014-15, 2015-16 અને 2016-17 માટે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેક્સ રિ-એસેસમેન્ટ કાર્યવાહી સામે અરજી દાખલ કરી હતી. મહત્વનું છે કે ગયા મહિને કોંગ્રેસના નેતા અને ખજાનચી અજય માકને કહ્યું હતું કે આવકવેરા વિભાગે તેમની પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.

અમારી પાસે પૈસા નથી- કોંગ્રેસ

માકને કહ્યું હતું કે હાલમાં અમારી પાસે ખર્ચ કરવા, વીજળી બિલ ભરવા, કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા નથી. દરેક વસ્તુને અસર થઈ રહી છે. માત્ર ન્યાય યાત્રા જ નહીં, પરંતુ તમામ રાજકીય ગતિવિધિઓને અસર થઈ રહી છે.' મહત્વનું છે કે આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની વસૂલાતનો આદેશ આપ્યો હતો. 

  • Follow us on: