- કોંગ્રેસનું ચૂંટણી કેમ્પેઇન લૉન્ચ
- સૉન્ગમાં કોંગ્રેસે ગણાવી 70 વર્ષની ઉપલબ્ધિઓ
- કોંગ્રેસ પાર્ટીની બે યાદી આવી ચૂકી છે
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. એક બાદ એક બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. 19 માર્ચે બેઠકમાં ઘોષણાપત્રને મંજૂરી તથા પાર્ટી કેમ્પેઇનને લઇને મહત્વની ચર્ચા કરી હતી. ત્યારે હવે કોંગ્રેસે ઇલેક્શન કેમ્પેઇન માટે એક સૉન્ગ લૉન્ચ કર્યુ છે.
કોંગ્રેસનું કેમ્પેઇન સૉન્ગ લૉન્ચ
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાનું પ્રચાર ગીત લોન્ચ કરી દીધું છે. આ ગીત દ્વારા કોંગ્રેસે પોતાની 70 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી છે. આ ગીતમાં દાવો કરવામાં આવ્યો છે કે 70 વર્ષમાં કોંગ્રેસીઓએ દેશ ચલાવ્યો છે અને ભારતને મજબૂત બનાવ્યું છે. આઈઆઈટી, આઈઆઈએમ, એચએએલ અને ટેલિકોમ સેક્ટરમાં જે ક્રાંતિ થઈ છે તે કોંગ્રેસના છેલ્લા 70 વર્ષના શાસનમાં થઈ છે.આ સિવાય કોંગ્રેસે તમામ ક્ષેત્રોમાં કામ કર્યું છે જેમ કે AIIMSની ભેટ, સ્વાસ્થ્ય સમસ્યાઓ, રસ્તાઓ, રેલ નેટવર્ક…
દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે
મહત્વનું છે કે લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. દેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. તેનું પરિણામ 4 જૂને આવશે. લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે. 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં 102 લોકસભા સીટો પર મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે બુધવારે જાહેરનામું બહાર પાડ્યું છે.
કોંગ્રેસે બે યાદી જાહેર કરી છે
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસ પાર્ટીએ 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બીજી યાદીમાં પાર્ટીએ 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. કોંગ્રેસની ત્રીજી યાદી આજે જાહેર થઈ શકે છે.