• દિલ્હીમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક પૂર્ણ
  • કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની પસંદગી
  • ખડગેએ સોનિયા ગાંધીનાં નામનો રાખ્યો હતો પ્રસ્તાવ

લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ કોંગ્રેસ પાર્ટીમાં નવો પ્રાણ ફૂંક્યો છે. પાર્ટીના નેતાઓથી લઈને કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સતત બેઠકો ચાલી રહી છે. અત્યારે દિલ્હીમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની પસંદગી કરવામાં આવી છે.

ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ સંસદીય દળની બેઠક થઇ હતી. આ બેઠકમાં ફરી એકવાર સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, ઘણા નેતાઓએ પણ તેનું સમર્થન કર્યું હતું. હવે એવી માંગ ઉઠી રહી છે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે.

શું રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકેનો કાર્યભાર સંભાળવા તૈયાર છે, કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું, "તેમણે વિપક્ષના નેતાનું પદ સંભાળવું પડશે. તેવામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા પર પ્રસ્તાવ પાસ કર્યો છે. ખડગેએ કહ્યું હતું કે, જનતાએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જનતાએ તાનાશાહી શક્તિઓને જોરદાર જવાબ આપ્યો છે. કોંગ્રેસ જનતાના મુદ્દા ઉઠાવવાનું ચાલુ રાખશે.

  • Follow us on: