દેશભરમાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 684 કેસ કોરોનાના નોંધાયા છે અને 4 લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. હાલમાં દેશમાં કોરોનાના કૂલ 3,395 કેસ નોંધાયા છે, એટલે કે દેશમાં કોવિડ 19ના કેસની સંખ્યા 3000ને પાર થઈ ગઈ છે. તંત્ર દ્વારા નાગરિકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
લોકોએ સાવચેતી રાખવી જરૂરી: તબીબ
તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં 1,336 કેસ નોંધાયા છે, ગુજરાતમાં 265 કેસ, મહારાષ્ટ્રમાં 467 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે કૂલ 22થી વધુ લોકોના મોત થયા છે. નિષ્ણાંત તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકોએ ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની ખાસ જરૂર છે, જેથી કરીને અગાઉની જેમ પરિસ્થિતિ બગડે નહીં.
31 મેએ ગુજરાતમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા
તમને જણાવી દઈએ કે ગઈકાલે 31 મેએના રોજ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 68 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કૂલ 265 કોરોનાના એક્ટીવ કેસ છે. કોરોનાના 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન જાહેર આરોગ્યના અધિક નિયામકે નિવેદન નિલમ પટેલે જણાવ્યું કે મે મહિનામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જાન્યુઆરી, ફેબ્રઆરીની સરખામણીએ કેસ વધ્યા છે.