- અમેરિકામાં કોવિડના નવા વેરિઅન્ટ ‘FLiRT’ના કેસ ઝડપથી વધી રહ્યા છે
- USમાં COVID-19ના નવો વેરિએન્ટ ચિંતાનું કારણ બની ગયું છે
- વૈજ્ઞાનિકોએ કોરોનાના આ નવા પ્રકારને 'FLiRT' નામ આપ્યું છે
એક કાળમુખા સપનાની જેમ કોરોનાને ભૂલાવી શકાય તેમ નથી. જે લોકોએ આ મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા તે આ કપરા કાળને ક્યારેય ભૂલી નહી શકે. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાએ દસ્તક દીધી અને ધીરે રહીને સમગ્ર દુનિયામાં પગપેસારો કર્યો કરોડો લોકોના ઘરમાં મુશ્કેલી સર્જી હતી. કોઇએ ઘરનો મોભી ગુમાવ્યો તો કોઇએ સથવારો. હવે ફરી એકવાર કોવિડના નવા વેરિઅન્ટ ‘FLiRT’ દુનિયાભરમાં દેખા દેતા ફરીએકવાર ચિંતા ઉભી કરી દીધી છે. ત્યારે સૌ કોઇના મનમાં સહજતાથી સવાલ થાય કે શું આ નવો વેરિઅન્ટ ‘FLiRT’ ફરીથી મોતનું તાંડવ રચશે કે પછી ભારતમાં આની અસર નહી થાય. જાણીલો એક્સપર્ટ શું કહે છે. અને કેવા છે નવા વેરિઅન્ટ ‘FLiRT’ના લક્ષણો.
આ નવું વેરિઅન્ટ ઓમિક્રોન ફેમિલીનું હોવાનું માનવામાં આવે છે
અમેરિકામાં કોવિડના નવા વેરિઅન્ટ ‘FLiRT’ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ પ્રકાર Omicron ના જૂથમાંથી છે. અમેરિકામાં છેલ્લા બે અઠવાડિયાથી તેના કેસ સતત વધી રહ્યા છે. એવી આશંકા છે કે આગામી દિવસોમાં તેના કેસ વધી શકે છે. અમેરિકા CDC અનુસાર, WHOએ આ વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ શ્રેણીમાં રાખ્યું છે અને તેના પર દેખરેખ રાખવાની સલાહ આપી છે.
ઓમિક્રોન એ કોરોનાનો એ જ પ્રકાર છે જેણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તબાહી મચાવી હતી
USમાં COVID-19ના નવો વેરિએન્ટ ચિંતાનું કારણ બની ગયું છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના આ નવા પ્રકારને 'FLiRT' નામ આપ્યું છે. આ નવું વેરિઅન્ટ ઓમિક્રોન ફેમિલીનું હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોન એ કોરોનાનો એ જ પ્રકાર છે જેણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તબાહી મચાવી હતી. ભારતમાં કોરોનાના ઓમિક્રોન વધુ અસરકારક રીતે ઘાતક હતું.
શું છે લક્ષણ
શરીરમાં દર્દ થવુ, તાવ આવવો. માથુ દુ:ખવુ. ગળામાં સતત દર્દ થવુ. નાક વહેવુ.માંસપેશીમાં દર્દ થવુ આ લક્ષણ દેખાય તો સમજી લેવુ તમને આ નવા વેરિએન્ટની અસર છે.
શુ છે FLIRT વેરિઅન્ટ ?
કોરોના એક વાયરસ છે અને વાયરસ હંમેશા રહે છે. તેમની અસર માત્ર ઘટવા લાગે છે. જો છેલ્લા બે વર્ષની કોવિડની પેટર્ન પર નજર કરીએ તો કોરોનાનું જોખમ સતત ઘટી રહ્યું છે. હવે આ વાયરસ સામાન્ય ઉધરસ અને શરદી જેવો થઈ ગયો છે. વાયરસના લક્ષણો પણ ખૂબ જ હળવા રહ્યા છે, જોકે વાયરસ પોતાને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે.
આ રીતે જોઇએ તો તે પોતાની જાતને બદલતો રહે છે. આ કારણે નવા વેરિયન્ટ્સ બનતા રહે છે. દર થોડા મહિના પછી કોરોનાના નવા પ્રકારો સામે આવતા રહે છે. આ ક્રમમાં, એક નવું વેરિઅન્ટ FLIRT આવ્યું છે. આ ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ છે. આનો અર્થ એ થયો કે આ કોઈ નવું વેરિઅન્ટ નથી પરંતુ પહેલાથી અસ્તિત્વમાં છે તે ઓમિક્રોનનું પેટા વેરિઅન્ટ છે.