- કોરોના વાયરસનો સબ વેરિયન્ટ છે JN.1
- આ પ્રકાર સૌથી પહેલા લક્ઝમબર્ગમાં જોવાયો હતો
- ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે આપી માહિતી
કોવિડ-19નું સબ ફોર્મ, JN.1, સૌપ્રથમ લક્ઝમબર્ગમાં જોવા મળ્યું હતું. ઘણા દેશોમાં ફેલાયેલ આ ઈન્ફેક્શન પિરોલો ફોર્મ (BA.2.86) થી સંબંધિત છે.
કેરળમાં કોવિડ-19 નો એક સબ વેરિયન્ટ JN.1 નો કેસ નોંધાયો છે. ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે આ માહિતી આપી હતી. આ કેસ 8 ડિસેમ્બર 2023ના રોજ કેરળના તિરુવનંતપુરમના કારાકુલમમાંથી RT-PCR પોઝિટિવ સેમ્પલમાં જોવા મળ્યો હતો. 18 નવેમ્બર 2023ના રોજ નમૂનાનું પરીક્ષણ RT-PCR પોઝિટિવ આવ્યું હતું. મળતી માહિતી મુજબ, 79 વર્ષીય મહિલાના સેમ્પલનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગઈ છે.













