- કોરોનાના નવા વેરિએન્ટને 'FLiRT' નામ આપ્યું
- નવા વેરિએન્ટને લઇ લોકોની ચિંતામાં ફરી વધારો
- પાણીના સેમ્પલમાં કોરોનાનું નવું સ્વરૂપ મળ્યું
આજે પણ લોકો કોરોના વાયરસના તે ભયાનક સમયગાળાને ભૂલી શક્યા નથી. ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય, પરંતુ આ વાયરસ હજુ પણ આપણી વચ્ચે છે. તેના વિવિધ પ્રકારો આરોગ્ય નિષ્ણાતો અને લોકો માટે ચિંતાનો વિષય છે. દરમિયાન હવે કોરોનાનો વધુ એક નવો વેરિએન્ટ 'FLiRT' સામે આવ્યો છે, જેણે લોકોની ચિંતામાં ફરી વધારો કર્યો છે.
મળતી માહિતી મુજબ, USમાં COVID-19ના નવા પ્રકારનો વેરિએન્ટ ચિંતાનું કારણ બની ગયું છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના આ નવા પ્રકારને 'FLiRT' નામ આપ્યું છે. આ નવું વેરિઅન્ટ ઓમિક્રોન ફેમિલીનું હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઓમિક્રોન એ કોરોનાનો એ જ પ્રકાર છે જેણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તબાહી મચાવી હતી. ભારતમાં કોરોનાના ઓમિક્રોન વધુ અસરકારક રીતે ઘાતક હતું.













