• ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો
  • ભારતમાં KP.2ના 290 અને KP.1ના 34 કેસ નોંધાયા
  • ગુજરાતમાં પણ શંકાસ્પદ વાયરસના 2 કેસ નોંધાયા 

સિંગાપોરમાં કોરોનાના નવા વેરિએન્ટે તબાહી મચાવી છે. ત્યારે સિંગાપુરથી આ વેરિએન્ટ ભારતમાં પણ પગપેસારો કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ભારતમાં KP.2 વેરિએન્ટના 290 અને KP.1 વેરિએન્ટના 34 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં આ શંકાસ્પદ વાયરસના 2 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા મુજબ આ વેરિએન્ટ JN1ના પેટા પ્રકાર છે. અહેવાલમાં જણાવાયું છે કે કોવિડના નવા પ્રકારને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અને ગંભીર કેસોમાં કોઈ વધારો થયો નથી.

ઓમિક્રોન કરતા ફેલાય છે ઝડપી

મળતી માહિતી મુજબ આ વાયરસ ઓમિક્રોન કરતા પણ વધારે ઝડપથી ફેલાય છે. જો તે નિષ્ણાંતોનું માનવુ છે કે આ વેરિએન્ટ ઘાતક નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. આ વેરિએન્ટના લક્ષણો કોરોના જેવા જ છે. જે જીનોમ સિક્વન્સથી તેના લક્ષણો જાણી શકાય છે. ત્યારે હવે આ વાયરસની ભારતમાં એન્ટ્રી થતા તબીબોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમાં પણ ખાસ કરીને વિદેશ જનારા લોકોએ કોવિડ ગાઇડલાઇનનુ પાલન કરવુ જરૂરી છે. 

શું હોઇ શકે છે  લક્ષણો ?

  • ગળામાં ખારાશ આવવી
  • ખાંસી આવવી
  • થાક લાગવો, મસલ્સમાં દુઃખાવો થવો
  • તાવ આવવો
  • ઠંડી લાગવી
  • સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતા ઘટી જવી
  • નાક બંધ થવુ
  • નાકમાંથી પાણી વહેવુ
  • શ્વાસ લેવામાં મુશ્કેલી થવી
  • ઉબકા, ઉલ્ટી આવવી
  • માથનો દુઃખાવો
  • પેટ ખરાબ થવું

સિંગાપુરમાં નોંધાઇ ચૂક્યા છે કેસ

મહત્વનું છે કે સિંગાપોરમાં અત્યાર સુધીમાં આ કોવિડ વેરિઅન્ટના 25,900 વધુ કેસ નોંધાયા છે. તેમાંથી, KP.1 અને KP.2 સિંગાપોરમાં બે તૃતીયાંશ કરતાં વધુ કેસ સામે આવ્યા છે. KP.1 અને KP.2 કોવિડ-19 વેરિઅન્ટ્સના જૂથ સાથે સંબંધિત છે. વૈજ્ઞાનિકોએ તેમના મ્યુટેશનના ટેક્નિકલ નામોના આધારે તેમને 'FLiRT' હુલામણું નામ આપ્યું છે. FLiRT માં તમામ સ્ટ્રેન JN.1 વેરિઅન્ટના વંશજ છે, જે ઓમિક્રોન વેરિઅન્ટનો એક ભાગ છે.

  • Follow us on: